સુરેન્દ્રનગર/ વઢવાણના અનેક વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા લોકોમાં રોષની લાગણી

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા દર ત્રીજા દિવસે વઢવાણના વિસ્તારોમાં પાણીનું વિતરણ કરાઈ રહ્યુ છે

Gujarat
Untitled 11 1 વઢવાણના અનેક વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા લોકોમાં રોષની લાગણી

વઢવાણ શહેરના અનેક વિસ્તારોમાં ગટર મિશ્રિત પાણી આવતા હોવાની બૂમરાણો ઉઠી છે. ત્યારે પાણી વિતરણના સમયે શિયાણીપોળ બહાર વિસ્તારમાં ગંદા અને કેમિકલયુક્ત નળ વાટે પાણી આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે શુદ્ધ અને પીવાલાયક પાણી આપવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી હતી.

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા દર ત્રીજા દિવસે વઢવાણના વિસ્તારોમાં પાણીનું વિતરણ કરાઈ રહ્યુ છે. આ પહેલા પણ નળમાંથી ગંદા અને ગટરના પણ પાણી ભળતા હોવાની રાવ ઉઠી હતી.

આ પણ  વાંચો;રાજકીય / ભાજપ મહિલાઓ સાથે સીધો સંપર્ક સાધશે, ચૂંટણી પહેલા જનતાને આકર્ષવાનો પ્રયાસ

ત્યારે શનીવારે નળ વાટે શિયાણીપોળ બહાર વિસ્તારોમાં ગંદા તેમજ કેમિકલયુક્ત પાણી આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. આ અંગે સિંકદરભાઈ ઠાસરીયા સહિતના લોકોએ આક્રોશ સાથે જણાવ્યું કે, નળ દ્વારા વારંવાર આવા પાણીથી મુશ્કેલી થાય છે. નળ વાટે કેમિકલયુક્ત અને ગંદા પાણી આવવાના કારણે પેટના રોગો થવાનો ભય રહે છે.

આ ઉપરાંત આવુ પાણી પીવા માટે પણ ઉપયોગમાં લઇ શકાતુ નથી. ત્યારે લોકોનુ આરોગ્ય કથળે તે પહેલા શુદ્ધ અને પીવાલાયક પાણી અપાય તેવી માંગણી લોકો કરી છે. બીજી તરફ આ અંગે પાલિકા તંત્રે જણાવ્યું કે, આ બાબતે પાણીની લાઈનોની તપાસ કરીને લોકોને શુદ્ધ પાણી મળે તેવી કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ  વાંચો:રાજકોટ / MLAની ફરિયાદ નવી નથી, રાજકોટ CP વિરુધ્ધ કમિશનબાજીના છે ગંભીર આક્ષેપો : હર્ષ સંઘવી