Ahmedabad/ શહેરમાં લૂંટની મોસમ ફૂલ બહારમાં, ચાંગોદરમાં 44.50 લાખની વધુ એક લૂંટ

ગુજરાતની શાન સમા મેગાસીટી અમદાવાદમાં શહેરનાં વિકાસની સાથે સાથે ક્રાઇમ રેટનો પણ જબરો વિકાસ થયો હોવાનું આમ તો અવારનવાર નોંઘવામાં આવે જ છે. મારામારી – અપહરણ – દારુ

Ahmedabad Gujarat

ગુજરાતની શાન સમા મેગાસીટી અમદાવાદમાં શહેરનાં વિકાસની સાથે સાથે ક્રાઇમ રેટનો પણ જબરો વિકાસ થયો હોવાનું આમ તો અવારનવાર નોંઘવામાં આવે જ છે. મારામારી – અપહરણ – દારુ અને ડ્રગ્સ – હથિયારની હેરાફેરી – ખૂન અને લૂંટ સહિત રેપ અને મહિલા વિરોધી અપરાધોમાં પણ અમદાવાદ ગુજરાતમાં અવ્વલ જ છે.

પરંતુ છેલ્લે થોડા દિવસથી અમદાવાદમાં લૂંટની મોસમ ફૂલ બહારમાં જોવામાં આવી રહી છે અને ફૂલબહાર લૂંટની મોસમમાં જાણે લૂંટારુઓ ખિલ્યા હોય તેવી રીતે રોજરોજ એક વિસ્તારમાં એક લૂંટની ઘટના નોંઘવામાં આવી રહી છેે. આજે ફરી શહેરનાં એક વિસ્તામાં લૂંટની ઘટના ઘટી છે.

Miscreants Loot Anklets At Agra Delhi Highway Mathura Police Search Bya Cctv - दिल्ली हाईवे पर कार सवार बदमाशों ने लूटीं लाखों की गिलट की पायलें, सीसीटीवी फुटेज सुराग की तलाश -

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ચાંગોદરમાંથી વધુ એક લૂંટ ઘટના સામે આવી છે. લૂંટારુઓ દ્વારા 44 લાખ 50 હજારની લૂંટની ઘટનાને સફળ અંજામ આપવામાં આવ્યો છે. શહેરનાં ચાંગોદર રેલવે ફાટક 3 શખ્સોએ લૂંટ ચલાવી અને કોન્ટ્રાક્ટરને માર મારી અધધધ રકમ ઉડાવી ગયાની ઘટના સામે આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Loot student by showing pistol

3 શખ્સોએ ચલાવી લૂંટ આબાદ રીતે ફરાર થઇ જતાની સાથે જ જો કે, પોલીસ પણ એકશનમાં આવી અને પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે. ત્વરિત એકશનમાં આવેલી પોલીસ દ્વારા મોટાભાગનો મુદ્દામાલ રિકવર પણ કર્યો છે. લૂંટનાં મામલામાં ચાંગોદર અને એલસીબી પોલીસની કાબિલે તારીફ સંયુક્ત કામગીરી જોવામાં આવી છે. જો કે, પાછલા ઘણા દિવસથી શહેરમાં થઇ રહેલી લૂંટની ઘટનાઓમાંની તમામ ઘટનામાં પોલીસની કામગીરી ત્વરિત અને સતર્ક રહેતા તમામ આરોપી અને લૂંટનો માલ હસ્તગત થયો હોવનું સામે આવી રહ્યું છે.

જુઓ સમગ્ર વિગતો સાથેનો આ વીડિયો અહેવાલ – Ahmedabad: ચાંગોદરમાં વધુ એક લૂંટ 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…