Not Set/ અમદાવાદમાં એક જ દિવસમાં સાયબર ફ્રોડની 50 કરતા વધુ ફરિયાદો

 અમદાવાદમાં એક દિવસમાં સાયબર ફ્રોડની 50 થી વધુ ફરિયાદો પેટીએમ, ગુગલ પે અને ઓએલએક્સ પર સૌથી વધુ છેતરપીંડી ક્વીસ સપોર્ટ નામની એપ્લીકેશન ગઠીયાઓ માટે નવુ હથીયાર એપ્લીકેશન મારફતે આઇડી પાસવર્ડ જોઇને કરે છે પૈસાની ઉચાપત ગુજરાતમાં વધતા જતા સાયબર ક્રાઇમનાં કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ દ્વારા વિશ્વાસ અને સાયબર અશ્વસ્થ નામનાં બે પ્રોજેક્ટને શરૂ કરાશે […]

Ahmedabad Gujarat
cyber crime અમદાવાદમાં એક જ દિવસમાં સાયબર ફ્રોડની 50 કરતા વધુ ફરિયાદો
  •  અમદાવાદમાં એક દિવસમાં સાયબર ફ્રોડની 50 થી વધુ ફરિયાદો
  • પેટીએમ, ગુગલ પે અને ઓએલએક્સ પર સૌથી વધુ છેતરપીંડી
  • ક્વીસ સપોર્ટ નામની એપ્લીકેશન ગઠીયાઓ માટે નવુ હથીયાર
  • એપ્લીકેશન મારફતે આઇડી પાસવર્ડ જોઇને કરે છે પૈસાની ઉચાપત

ગુજરાતમાં વધતા જતા સાયબર ક્રાઇમનાં કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ દ્વારા વિશ્વાસ અને સાયબર અશ્વસ્થ નામનાં બે પ્રોજેક્ટને શરૂ કરાશે પણ અત્યારની સ્થિતીની વાત કરીયે તો અમદાવાદમાં એક જ દિવસમાં સાયબર ફ્રોડની 50 કરતા વધુ ફરિયાદો નોંધાઇ છે.

દેશનાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 11મી જાન્યુઆરીએ સાયબર ક્રાઇમ એજન્સીનાં vishwas એટલે કે video intrigation and state wide advance security અને CYBER AASHVAST એટલે કે ASSURED ASSISTANT SERVICE HELPLINE FOR VICTIMS AT SHORTEST TIME પ્રોજેક્ટને શરૂ કરાશે. ત્યારે અમદાવાદમાં એક જ દિવસમાં 50 સાયબર ફ્રોડનાં ગુના નોંધાયા છે. અમદાવાદનાં અખબારનગર પાસે રહેતા વેપારી સંજીવકુમારને મોબાઇલ પર પેટીએમ બ્લોક થયાનો મેસેજ આવ્યો જેમાં પેટીએમને અનબ્લોક તેમજ KYC એપડેટ કરવા હેલ્પલાઇન નંબર લખ્યો હતો જેનાં પર કોલ કરતા વાતો વાતોમાં ગઠીયાએ વેપારીનાં ખાતામાંથી રૂપિયા 49 હજારની ઉઠાંતરી કરી નાખી, વેપારીને ફોનમાં ક્વીક સપોર્ટ નામની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવી તેમના એકાઉન્ટનાં પૈસા અન્ય પેટીએમ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપીંડી આચરી હતી.

તો અન્ય કેસમાં અમદાવાદમાં ચાંદખેડામાં રહેતા અને ટેક્સી ચલાવીને ગુજરાન ચલાવતા કિરણ દરજી સાથે રૂપિયા 1 લાખ 38 હજારની છેતરપીંડી થઇ, વિદેશ જવાનું હોવાથી કાયદા કરતા વધુ સામાન લઇ જવા માટે પૈસા ભરવાના હોવાથી ઓનલાઇન વેબસાઇટ પરથી એર ઇન્ડિયા લીમીટેડ નામે સર્ચ કરતા ફોન નંબર આવ્યો જે નંબર પર વાત કરતા ગઠીયાએ લાલદરવાજા એર ઇન્ડિયાની ઓફિસમાંથી વાત કરવાનું કહીને રૂપિયા એક લાખ 38 હજાર સેરવી લીધા છે. ત્યારે આવા અનેક કેસ હાલમાં સાયબર ક્રાઇમમાં નોંધાયેલા છે જેમાં આજદિન સુધી છેતરપીંડી આચરનાર ગઠીયાઓ પોલીસ પકડથી હજુ પણ દૂર છે.

સાયબર ક્રાઇમમાં રોજની અનેક અરજીઓ આવે છે પણ ક્યાંકને ક્યાંક આવા નાની રકમનાં કેસમાં સાયબર ક્રાઇમને ડિટેક્શન કરવામાં રસ ન હોવાથી અથવા રકમ કરતા વધુ ખર્ચ હોવાથી  અનેક કેસ આજે પણ પેન્ડીંગ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.