Not Set/ સાબરમતી જેલમાં હાઇપ્રોફાઇલ ગુનેગાર અતિક અહમદ સાથે ઓવૈશીની મુલાકાત કેટલી વ્યાજબી ?

અતિક અહેમદ હાઈપ્રોફાઈલ ગુનેગારછે. અને હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવેલ છે. આ ગુનેગારને મળવા માટે ગૃહ વિભાગની મંજૂરી જરૂરી હોય છે.

Top Stories Ahmedabad Gujarat
bhavanagar 2 1 સાબરમતી જેલમાં હાઇપ્રોફાઇલ ગુનેગાર અતિક અહમદ સાથે ઓવૈશીની મુલાકાત કેટલી વ્યાજબી ?

રાજકારણ થકી પોતાના હિતો સાચવનાર AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈશી ઉત્તર પ્રદેશના કુખ્યાત ગુનેગાર અતિક અહેમદને મળવા માટે ગાંધી અને સરદારની ધરતી અમદાવાદની સાબરમતી જેલની મુલાકાતે આવી રહ્યા છે જે માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના મુસ્લિમ સમાજ માટે અત્યંત શરમજનક ઘટના છે. એમ શાહપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આ બાબત અંગે જણાવ્યું હતું.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, અતિક અહેમદ હાઈપ્રોફાઈલ ગુનેગારછે. અને હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવેલ છે. આ ગુનેગારને મળવા માટે ગૃહ વિભાગની મંજૂરી જરૂરી હોય છે. ઉત્તર પ્રદેશ સરકારના ગૃહ વિભાગ ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને  કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પરમિશન વગર કોઈ પણ રાજકારણી અતિક અહેમદને મળી શકે નહીં. આનો અર્થ એ થાય કે અતિક અહેમદ અને ઔવેશીની મુલાકાત ગોઠવી આપવા માટે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની સૂચનાથી ઉત્તર પ્રદેશ સરકાર અને ગુજરાત સરકારના છૂપા આશીર્વાદ મળી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના હાઈપ્રોફાઈલ ગુનેગાર અતિક અહેમદ સામે 103 ખૂનકેસ, અપહરણ, લૂંટ, ખંડણી જેવા અસંખ્ય ગંભીર પ્રકારના ગુના ઉત્તરપ્રદેશમાં નોંધાયેલ છે, અને તેના પર જોખમ હોવાના કારણોસર જ તેને ઉત્તર પ્રદેશ થી અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, અને હાઇ પ્રોફાઇલ ગણાતા ગુનેગાર અતિક અહેમદને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો છે. અને આવતીકાલે અસદુદ્દીન ઓવેશી સવારે 10 વાગ્યે તેની સાથે મુલાકાત કરવાના છે આ મુલાકાત એકાદ કલાક સુધી ચાલે તેવી શક્યતા છે.

વધુમાં શેખે જણાવ્યું હતું કે, ઔવેશી દેશના મુસ્લીમોનું ધ્રુવીકરણ કરી રાજકીય હક્ક અપાવાની વાત કરી રહ્યા છે તેવા સમયે ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ ના ઈશારે ભાજપના 2022 ની ગુજરાત વિધાનસભા મુસ્લિમ મુક્ત બનાવવાના મિશનને પાર પાડવા ભાજપના પૈસાના જોરે ગુજરાત AIMIM ના દલાલો કામે લાગી ગયા હોવાનું ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું.

વધુમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના બેનર ઉપર એક સમયે ૧૨થી વધુ મુસ્લિમ ધારાસભ્ય ચૂંટાઈને આવતા હતા પરંતુ ભાજપના હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ ની રાજનીતિ ને પરિણામે આજે ફક્ત ત્રણ જ મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા આવે છે ગુજરાત પ્રદેશમાં મુસ્લિમ સમાજની વસ્તી ૯.૬ ટકા છે. જમાલપુર વિધાનસભામાં મુસ્લિમ સમાજની વસતી ૫૨ ટકા છે. 2012માં કોંગ્રેસના સમીર ખાન સામે જ્યારે સાબીર કાબલીવાલા અપક્ષ ઉમેદવારી નોંધાવી ત્યારે માત્ર મુસ્લિમ મતો ઉપર ચૂંટાઈ શકતી જમાલપુર બેઠક મત વિભાજનને કારણે આઝાદી પછી પ્રથમ વખત ભાજપના ખોળે ગઈ હતી અને દરિયાપુર બેઠક મુસ્લિમ સમાજની સાથે 20000 સેક્યુલર હિંદુ ભાઈઓના મત ના મળે તો જીતવી અશક્ય છે. સૌથી અઘરી ગણાતી વાંકાનેર બેઠક ઉપર તો મુસ્લિમ સમાજના ફક્ત 24 ટકા મત છે પરંતુ જાવેદ પીરઝાદા એક ધર્મગુરુની સાથે સેક્યુલર છબી ધરાવતા હોઈ 30 હજારથી વધુ હિંદુ ભાઈઓ સાથ મળતો હોઈ જીતી શકે.

ઓવૈશીનો શું છે કાર્યક્રમ

– સવારે 7 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન, ત્યાંથી હોટલ લેમન ટ્રી, ખાનપુર પહોંચશે
– સવારે 9-30 કલાકે હોટલ પરથી રિવર ફ્રન્ટ થઇ સાબરમતી મધ્યસ્થ જેલ પહોંચશે
– સવારે 10થી સાબરમતી મધ્યસ્થ જેલમાં હાઇપ્રોફાઇલ ગુનેગાર અતિક અહમદ સાથે મુલાકાત
– સવારે 11-30 કલાકે સાબરમતી જેલથી સુભાષબ્રીજ, દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, લીંમડી જોર્ડન રોડ, દરિયાપુર થઇ બપોરે 12-45 કલાકે મિરઝાપુર કુરેશ ચોક થઇ લેમન ટ્રી હોટલ પહોંચશે
– બપોરે 3-45 કલાકે હોટલ લેમન ટ્રી પરથી જિલ્લા પંચાયત, લાલદરવાજા, વિકટોરિયા ગાર્ડન, ખમાશા ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા, ગીતા મંદિર રોડ, મજૂર ગામ થઇ શાહેઆલમ દરગાહ પહોંચશે
– સાંજે 5-30 કલાકે અખબારની મુલાકાત લઇ ચોકીદાર બાવાની દરગાહ થઇ ચંડોળા પેટ્રોલ પંપ, દાણીલીમડા ચાર રસ્તા થઇ જમાલપુર પહોંચશે
– સાંજે 7-15 કલાકે ટાગોર હોલ, પાલડી ખાતે નવનિયુક્ત હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત
– રાત્રે 10 કલાકે ટાગોર હોલ, પાલડીથી સરદારબ્રીજ, રિવરફ્રન્ટ થઇ હોટલ લેમન ટ્રી જશે.

Tips / શું તમે પણ વાઇ-ફાઇ પાસવર્ડ પણ ભૂલી ગયા છો, આરીતે મેળવો પાછો 

ગૂગલની ભેટ / ટૂંક સમયમાં તમે ઘણી ટીવી ચેનલો નિ:શુલ્ક જોઈ શકશો

સારા રિચાર્જ પ્લાન / રિલાયન્સ જિયોના 5 સૌથી સસ્તા ડેટા પ્લાન, 1 જીબી ડેટા 4 રૂપિયાથી ઓછામાં ઉપલબ્ધ થશે

WhatsApp / મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર લાવ્યું જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જાણો વિગતો