Not Set/ ઓવૈસીએ અમિત શાહની વિનંતીને ઠુકરાવી, મામલો CAA સાથે જોડ્યો

ઓવૈસીએ Z સિક્યોરિટી માટેની ગૃહ પ્રધાન અમિત શાહની વિનંતીને ફગાવી દીધી છે. યુપીમાં ઓવૈસી પર થયેલા હુમલાને લઈને ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સંસદમાં નિવેદન આપ્યું હતું. અમિત શાહની વિનંતી છતાં, ઓવૈસીએ સુરક્ષા લેવાનો ઇનકાર કર્યો.

Top Stories India
ઓવૈસી

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ Z સિક્યોરિટી માટેની ગૃહ પ્રધાન અમિત શાહની વિનંતીને ફગાવી દીધી છે. યુપીમાં ઓવૈસી પર થયેલા હુમલાને લઈને ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સંસદમાં નિવેદન આપ્યું હતું. અમિત શાહની વિનંતી છતાં, ઓવૈસીએ સુરક્ષા લેવાનો ઇનકાર કર્યો. અને તેને CAA દરમિયાનના આંદોલન સાથે જોડ્યો.

આ પણ વાંચો:ઓવૈસી Z સિક્યોરિટી લો, રાજ્યસભામાં અમિત શાહની અપીલ…

ઓવૈસીએ કહ્યું કે, CAA વિરોધ દરમિયાન માર્યા ગયેલા 22 લોકો કરતાં મારું જીવન મહત્વનું નથી. ઓવૈસીએ એમ પણ કહ્યું કે, મારે મારી આસપાસ હથિયારબંધ લોકો નથી જોઈતા. હું એક મુક્ત પક્ષી જેવો છું અને સ્વતંત્ર રીતે જીવવા માંગુ છું.

ઉત્તર પ્રદેશમાં અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર થયેલા હુમલાને લઈને અમિત શાહે સોમવારે રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આ ઘટના અંગે કેન્દ્રને રાજ્ય સરકાર તરફથી રિપોર્ટ મળ્યો છે. ઓવૈસી પર હુમલાની ઘટના બાદ તેમને Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. જે અંતર્ગત બુલેટ પ્રુફ કારની સાથે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોને તેમની સુરક્ષામાં તૈનાત કરવામાં આવશે.

શાહે કહ્યું કે , તેમને મૌખિક રીતે માહિતી મળી છે કે, ઓવૈસી સુરક્ષા લેવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ તેમણે આવું ન કરવું જોઈએ. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે તેમને તાત્કાલિક રક્ષણ આપવું જોઈએ. કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે, ભૂતકાળમાં પણ અનેક પ્રસંગોએ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા ધમકીના મૂલ્યાંકનના આધારે ઓવૈસીને સુરક્ષા આપવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે. જો કે, ઓવૈસીની સુરક્ષા મેળવવાની અનિચ્છાને કારણે, દિલ્હી પોલીસ અને તેલંગાણા પોલીસ તેમને સુરક્ષા આપી શકી ન હતી.

આ પણ વાંચો:કામેંગ સેક્ટરમાં હિમસ્ખલનમાં ફસાયા સેનાના સાત જવાન, બચાવ કામગીરી ચાલુ…

આ પણ વાંચો: ચૂંટણીમાં અખિલેશ યાદવની જીત થશે?, મમતા બેનર્જી લખનૌમાં કરશે પ્રચાર