Not Set/ ગટર નિવેદન પર ઓવૈસીએ PM મોદીનો કર્યો ઘેરાવ, જાણો શું કહ્યુ

દેશમાં ગૌરક્ષાનાં નામ પર શરૂ થયેલ મોબ લિંચિંગ હવે રામનાં નામ પર જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા જ દેશનાં ઘણા રાજ્યમાં ભીડ દ્વારા હત્યાનાં મામલાઓ સામે આવ્યા છે. જે પછી દેશમાં વધતી મોબ લિંચિંગનાં મુદ્દા હવે સંસદમાં પણ ગરમાઇ રહ્યા છે. આઈયૂએમએલ સાંસદ પીકે કુન્હાલીકુટ્ટીએ ઝારખંડમાં મોબ લિંચિંગની ઘટનાને લઇને લોકસભા સ્થગિત કરવાનો […]

India
modi ગટર નિવેદન પર ઓવૈસીએ PM મોદીનો કર્યો ઘેરાવ, જાણો શું કહ્યુ

દેશમાં ગૌરક્ષાનાં નામ પર શરૂ થયેલ મોબ લિંચિંગ હવે રામનાં નામ પર જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા જ દેશનાં ઘણા રાજ્યમાં ભીડ દ્વારા હત્યાનાં મામલાઓ સામે આવ્યા છે. જે પછી દેશમાં વધતી મોબ લિંચિંગનાં મુદ્દા હવે સંસદમાં પણ ગરમાઇ રહ્યા છે. આઈયૂએમએલ સાંસદ પીકે કુન્હાલીકુટ્ટીએ ઝારખંડમાં મોબ લિંચિંગની ઘટનાને લઇને લોકસભા સ્થગિત કરવાનો પ્રસ્તાવ મુક્યો. વળી આરએસપી સાંસદ એનકે પ્રેમ ચંદ્રણએ પણ મોબ લિંચિંગને લઇને લોકસભા સ્થગિત કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી દેશભરમાં મોબ લિંચિંગનાં કેસમાં વધારો જોવા મળ્યો છે.

મંગળવારે સંસદમાં આપવામાં આવેલ PM મોદીનાં ભાષણ પર એઆઇએમઆઇએમનાં અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, મોદીજીને શાહબાનો યાદ છે પરંતુ અખલાક યાદ નથી. નરસિમ્હા રાવની સરકાર દરમિયાન બાબરી મસ્જિદને તોડવામાં આવી હતી. જો આપણે ગટરમાં છીએ, તો અમને ઉપર ઉઠાવો. વધુમાં તેણે કહ્યુ કે, આ વખતે કેટલા મુસ્લિમ સાંસદ ભાજપથી જીત્યા છે. પછાતનાં નામે મુસલમાનોને આરક્ષણ આપવાની વાત PM મોદી કહે છે તો આરક્ષણ કેમ આપતા નથી.

મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર સંસદને સંબોધિત કર્યુ. PM મોદીએ લોકસભામાં શાહબાનો કેસની વાત કરતા કોંગ્રેસ પર નિશાનો સાધ્યો હતો. લઘુમતીઓની વાત કરતી કોંગ્રેસની અસલિયતને બતાવતા PM મોદીએ કહ્યુ કે, ‘શાહબાનો કેસ દરમિયાન કોંગ્રેસનાં એક મંત્રીએ કહ્યુ હતુ કે, મુસ્લિમોને સુધારવાનો ઠેકો માત્ર કોંગ્રેસ પાર્ટીએ જ નથી લઇ રાખ્યો. જો તે ગટરમાં જ રહેવા માંગે છે તો તેમને રહેવા દો.’ PM મોદીનાં આ કહ્યા બાદ વિપક્ષે હંગામો કરવાનું શરૂ કરી દીધુ અને તેમની આ વાત પર સાબિતી માંગવા લાગ્યા. જે બાદ તેમણે કહ્યુ હતુ કે, અમે તમને યૂટ્યૂબની તે લિંક આપી દઇસુ જેમા આ વાત તમે પણ જાણી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.