Not Set/ પેડમેન પછી મિલ્કમેન બનશે અક્ષયકુમાર

મુંબઇ બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની પેડમેન ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે ત્યારે એકતા કપૂરે અક્ષય કુમારને બીજી બોયોપિક ફિલ્મની ઓફર પણ કરી છે. પેડમેન પછી અક્ષય મિલ્કમેનના રૂપમાં જોવા મળશે. આ ફિલ્મ ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીશ કુરિયનનાં જીવન પર આધારિત બનાવવામાં આવશે. મિલ્કમેન ફિલ્માં મુખ્ય ભૂમિકા અક્ષયની રહેશે. ફિલ્મ મિલ્કમેનના […]

Entertainment
hrr પેડમેન પછી મિલ્કમેન બનશે અક્ષયકુમાર

મુંબઇ

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની પેડમેન ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે ત્યારે એકતા કપૂરે અક્ષય કુમારને બીજી બોયોપિક ફિલ્મની ઓફર પણ કરી છે. પેડમેન પછી અક્ષય મિલ્કમેનના રૂપમાં જોવા મળશે. આ ફિલ્મ ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીશ કુરિયનનાં જીવન પર આધારિત બનાવવામાં આવશે. મિલ્કમેન ફિલ્માં મુખ્ય ભૂમિકા અક્ષયની રહેશે.

ફિલ્મ મિલ્કમેનના ડિરેક્ટર અને એડિટર  નારાયણ સિંહએ અક્ષય કુમારને  ડો. કુરિયનના વિશે વાત કરતા જણાવ્યું હતું  કેડો. કુરિયનના મહિલાઓ અને સામાન્ય લોકો માટે ખુબ જ સારું કામ કર્યું છે. જો કેઅત્યારે આ વિશે અક્ષય કુમારએ કોઈ પ્રતિક્રિયા નથી આપી.

મિલ્કમેન ફિલ્મ માટે એકતા કપૂરએ ડો.વર્ગીશ કુરિયનના જીવન પર આધારિત બુકનાં બધા રાઈટસ ખરીદી લીધા છે. અક્ષય કુમાર બોયોપિક ફિલ્મને સારી રીતે સમજી શકે છે. આ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે ડો. વર્ગીસ કુરિયને ગુજરાતમાં દુધ ક્રાંતિની શરૂઆત કરી હતી અને રાજ્યમાં સસ્તા ભાવે ઘરે ઘરે દુધ પહોંચતુ થાય તે માટે તેમણે જીવન સમર્પિત કર્યું હતું.

મળતી માહિતી મુજબ અક્ષય કુમાર આ ભૂમિકા સારી રીતે કરી શકે તેમ છે. હાલમાં અક્ષયએ ‘ટોયલેટ એક પ્રેમ કથા’ અને ‘પેડમેન’ જેવી સામાજીક મુદ્દા પર આધારિત ફિલ્મો કરી છે. અને આ બંને ફિલ્મો દર્શકોને ખુબ જ પંસદ આવી છે. માટે એકતા કપૂરે આ ફિલ્મ માટે અક્ષયની પંસદગી કરી છે.