Not Set/ પદ્માવત ફિલ્મ ૨ વર્ષ જૂની બાજીરાવ-મસ્તાની  ફિલ્મ કરતા પણ આગળ નીકળી ગઈ…

વિરોધોથી ઘેરાયેલી ફિલ્મ પદ્માવત ૨૫ જાન્યુઆરીના રોજ ભારતના કેટલાક રાજ્યોમાં રિલીઝ કરવામાં આવી હતી.આ ફિલ્મને પ્રથમ દિવસેથી બોક્સ ઓફિસ પર પોતાનો રેકોર્ડ બનાવવાનું શરૂ  કર્યું હતું. ફિલ્મે ૩ દિવસ અને પેડ પ્રિવ્યુના માધ્યમથી ૮૩ કરોડની કમાણી કરી છે. અને હજી પણ આ ફિલ્મ નવો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે. દીપિકા પાદુકોણની વર્ષ ૨૦૧૫ માં રિલીઝ ફિલ્મ […]

Entertainment
collage 7 પદ્માવત ફિલ્મ ૨ વર્ષ જૂની બાજીરાવ-મસ્તાની  ફિલ્મ કરતા પણ આગળ નીકળી ગઈ...

વિરોધોથી ઘેરાયેલી ફિલ્મ પદ્માવત ૨૫ જાન્યુઆરીના રોજ ભારતના કેટલાક રાજ્યોમાં રિલીઝ કરવામાં આવી હતી.આ ફિલ્મને પ્રથમ દિવસેથી બોક્સ ઓફિસ પર પોતાનો રેકોર્ડ બનાવવાનું શરૂ  કર્યું હતું.

ફિલ્મે ૩ દિવસ અને પેડ પ્રિવ્યુના માધ્યમથી ૮૩ કરોડની કમાણી કરી છે. અને હજી પણ આ ફિલ્મ નવો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે. દીપિકા પાદુકોણની વર્ષ ૨૦૧૫ માં રિલીઝ ફિલ્મ બાજીરાવ મસ્તાનીનો ૨ વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યો છે.

બાજીરાવ મસ્તાનીએ પ્રથમ ૪ દિવસમાં ૫૬ કરોડની કમાણી કરી હતી. ત્યારે પદ્માવત ફિલ્મે ત્રણ દિવસની સાથે-સાથે પેડ પ્રિવ્યુવાળા શોઝને ચોથા દિવસના રૂપમમાં ગણી લેવામાં આવે તો ફિલ્મે પ્રથમ ૪ દિવસમાં ૮૩ કરોડનો આંકડો પાર કર્યો છે.

પદ્માવત ફિલ્મની સ્ટોરીની વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં ખીલજી વંશના સાશક જલાલુદ્દીન ખીલજી (રઝા મુરાદ) અફઘાનિસ્તાનમાં પોતાની ટુકડી સાથે બેસી દિલ્હી જીતવાનો પ્લાન બનાવી રહ્યા છે. તે સમયે તેમનો ભત્રીજો અલાઉદ્દીન ખીલજી (રણવીર સિંહ) આવે છે અને કાકાની પુત્રી મેહરુનિસા (અદિતિ રાવ હૈદરી) સાથે નિકાહ કરી લે છે. કેટલીક ઘટનાઓ પછી પોતાના કાકાને મારી અલાઉદ્દીન દિલ્હીનો રાજા બની જાય છે. બીજી તરફ, મેવાડના રાજા મહારાવલ રતન સિંહ (શાહિદ કપૂર) જ્યારે સિંહલ દેશ જાય છે તો તેમની મુલાકાત રાજકુમારી પદ્મિની (દીપિકા પાદુકોણ) સાથે થાય છે.

પ્રેમમાં પડ્યા પછી મહારાવલ પદ્મિની સાથે મેરેજ કરી તેમને ચિત્તોડ લઈને આવે છે. તે દરમિયાન કેટલાક કારણોથી રાજ્યના પુરોહિત રાઘવ ચેતનને દેશમાંથી નીકાળી દેવામાં આવે છે અને તે ગુસ્સામાં દિલ્હી જઈને અલાઉદ્દીન ખીલજીને રાણી પદ્માવતીના રૂપના વખાણ કરે છે. પુરોહિતની વાતથી પ્રભાવિત થઇ અલાઉદ્દીન ચિત્તોડ પર આક્રમણ કરવા માટે નીકળે છે. ચિત્તોડ જઈ તે મહારાવલની સાથે કપટ કરી તેમને બંદી બનાવી દિલ્હી લઇ આવે છે અને મહારાજાને છોડવાની અવેજમાં એકવાર મહારાણી પદ્માવતીને જોવાની વાત કહે છે. ત્યારબાદ ફિલ્મની સ્ટોરીમાં આગળ ઘણા ટ્વીસ્ટ આવે છે તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.