Imran Khan/ પાકિસ્તાનના PM ઇમરાન ખાનની લાજ બચી! 178 વોટ સાથે પ્રાપ્ત કર્યો વિશ્વાસનો મત

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નેશનલ એસેમ્બલીમાં બહુમત પ્રાપ્ત કર્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે એસેમ્બલીમાં થયેલા વોટિંગમાં તેમણે આ જીત પ્રાપ્ત કરી લીધી હતી. ઇમરાન ખાનના પક્ષમાં 178 વોટ પડ્યા હતા. એક સમયે ઇમરાન હારે તેવી સ્થિતિ હતી પરંતુ વિશ્વાસ મત પ્રાપ્ત કરવાથી તેમની આબરુ બચી ગઇ છે. હકિકતમાં પાકિસ્તાનમાં સીનેટ ચૂંટણી નાણામંત્રી અબ્દુલ હફીજ […]

World
nationalherald 2021 03 98b37e6a c3d9 4791 883a 4a5a8b31ecd0 Pakistan પાકિસ્તાનના PM ઇમરાન ખાનની લાજ બચી! 178 વોટ સાથે પ્રાપ્ત કર્યો વિશ્વાસનો મત

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નેશનલ એસેમ્બલીમાં બહુમત પ્રાપ્ત કર્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે એસેમ્બલીમાં થયેલા વોટિંગમાં તેમણે આ જીત પ્રાપ્ત કરી લીધી હતી. ઇમરાન ખાનના પક્ષમાં 178 વોટ પડ્યા હતા. એક સમયે ઇમરાન હારે તેવી સ્થિતિ હતી પરંતુ વિશ્વાસ મત પ્રાપ્ત કરવાથી તેમની આબરુ બચી ગઇ છે.

5b76c7a088661 પાકિસ્તાનના PM ઇમરાન ખાનની લાજ બચી! 178 વોટ સાથે પ્રાપ્ત કર્યો વિશ્વાસનો મત

હકિકતમાં પાકિસ્તાનમાં સીનેટ ચૂંટણી નાણામંત્રી અબ્દુલ હફીજ શેખની હારના લીધે ઇમરાન ખાનની સરકારને નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કરવો પડ્યો. વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ નેશનલ એસેમ્બલીમાં પ્રસ્તાવ રજૂ કર્યો. જ્યારે વોટિંગ થયું તો ઇમરાન ખાનના પક્ષમાં 178 વોટ પડ્યા.

આ પહેલાં વિપક્ષે વિશ્વાસ મત પ્રસ્તાવ પર મતદાન દરમિયાન સંસદના બહિષ્કારની જાહેરાત કરી હતી. જોકે તેનાથી ઇમરાન ખાને રાહત આપવામાં આવી છે. વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ થતાં પહેલાં ઇમરાન ખાને પોતાના સાંસદોને કહ્યું હતું કે તે પાર્ટી લાઇનને ફોલો કરે. સાથે જ તેમનું કહેવું હતું કે વિશ્વાસ મતને લઇને થનાર વોટિંગમાં જે નિર્ણય આવશે તે તેનું સન્માન કરશે. જો તેઓ તેમાં હારી ગયા તો તે વિપક્ષમાં બેસવા માટે તૈયાર છે. 342 સભ્યોવાળી નેશનલ એસેમ્બલીમાં પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ એટલે પીટીઆઇના 157 સભ્ય છે.