Not Set/ સાઉદી એરેબિયાએ પાટનગર રિયાધમાં બેલેસ્ટિક મિસાઇલ તોડી પાડી

યુધ્ધગ્રસ્ત યમનમાંથી છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઇલને સાઉદી એરેબિયાએ પાટનગર રિયાધમાં આંતરીને તોડી પાડી છે.જેનો કાટમાળ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.ઇરાન સમર્થિત શિયા હુથીઓ દ્વારા કરેલા દાવા પ્રમાણે મિસાઇલનો લક્ષ્યાંક ઉદી એરેબિયાની રાજધાનીમાં જાનહાનિનો હતો.અને તેનો હેતુ યમનમાં ચાલી રહેલા ગૃહયુધ્ધ તરફથી લોકોનું ધ્યાન અન્યત્ર ખેચવાનો હતો. મિસાઇલને તોડી પડાયા પછી તેનો […]

World
a123cff0 93a2 4a6f 8acf ae960990b32c સાઉદી એરેબિયાએ પાટનગર રિયાધમાં બેલેસ્ટિક મિસાઇલ તોડી પાડી

યુધ્ધગ્રસ્ત યમનમાંથી છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઇલને સાઉદી એરેબિયાએ પાટનગર રિયાધમાં આંતરીને તોડી પાડી છે.જેનો કાટમાળ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.ઇરાન સમર્થિત શિયા હુથીઓ દ્વારા કરેલા દાવા પ્રમાણે મિસાઇલનો લક્ષ્યાંક ઉદી એરેબિયાની રાજધાનીમાં જાનહાનિનો હતો.અને તેનો હેતુ યમનમાં ચાલી રહેલા ગૃહયુધ્ધ તરફથી લોકોનું ધ્યાન અન્યત્ર ખેચવાનો હતો. મિસાઇલને તોડી પડાયા પછી તેનો કાટમાળા કિંગ ખાલીદ એરપોર્ટ પર પડ્યો હતો.જેથી તાત્કાલિક એરપોર્ટ ખાલી કરાવવામાં આવ્યું હતું.અને મુસાફરોને બહાર કાઢવામાં આ હતા.જો કે સદનસીબે આ ઘટનામાં નામાં કોઇ જાનહાનિ થઈ નથી.સાંજના સમે યમનના વિસ્તારમાંથી સાઉદી એરેબિયાના પાટનગર તરફ બેલેસ્ટિક મિસાઇલ છોડવામાં આવી હતી તેવું સાઉદી પ્રેસ એજન્સીએ કહ્યું હતું. મિસાઇલ નાગરિકોને આડેઘડ મારવા માટે જ છોડવામાં આવી હોવાનો સાઉદીનો દાવો છે.બીજી તરફ રિયાધથી ૧૨૦૦ કિમી કરતાં પણ વધારે દૂરથી મિસાઇલ છોડનાર હુથી બળવાખોરોએ કહ્યું હતું કે તેઓ એરપોર્ટને જ નિશાન બનાવવા માગતા હતા.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સાઉદી અરબે હવામાં હુમલો કરનાર પેટ્રિઓટ મિસાઇલથી હુથીઓની મિસાઇલોને તોડી પાડી હતી, પરંતુ એરપોર્ટની નજીક પહોંચનાર આ મિસાઈલ પ્રથમ હતી.