Not Set/ કેનેડા બાદ અમેરિકાના ગુરુદ્વારામાં પણ ભારતીય અધિકારીઓની એન્ટ્રી પર લગાવાયો પ્રતિબંધ

કેનેડામાં ૧૪ ગુરુદ્વારો દ્વારા ભારતીય અધિકારીઓને ગુરુદ્વારમાં પ્રવેશ આપવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ અમેરિકાની ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ આ અંગે મોટો નિર્ણય લીધો છે. શીખ ગુરુદ્વારાની સૌથી મોટી સંસ્થા “સીખ કોઓર્ડીનેશન કમિટી ઓફ ઈસ્ટ કોસ્ટ” અને “અમેરિકન ગુરુદ્વારા પ્રબંધક કમિટી”ને ભારતીય અધિકારીઓ તેમજ રાજનેતાઓ પર અમેરિકાના ૯૬ ગુરુદ્વારોમાં પ્રવેશ કરવા, ભજન ભક્તિ સહિત કોઈ પણ સામાજિક […]

World
કેનેડા બાદ અમેરિકાના ગુરુદ્વારામાં પણ ભારતીય અધિકારીઓની એન્ટ્રી પર લગાવાયો પ્રતિબંધ

કેનેડામાં ૧૪ ગુરુદ્વારો દ્વારા ભારતીય અધિકારીઓને ગુરુદ્વારમાં પ્રવેશ આપવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ અમેરિકાની ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ આ અંગે મોટો નિર્ણય લીધો છે. શીખ ગુરુદ્વારાની સૌથી મોટી સંસ્થા “સીખ કોઓર્ડીનેશન કમિટી ઓફ ઈસ્ટ કોસ્ટ” અને “અમેરિકન ગુરુદ્વારા પ્રબંધક કમિટી”ને ભારતીય અધિકારીઓ તેમજ રાજનેતાઓ પર અમેરિકાના ૯૬ ગુરુદ્વારોમાં પ્રવેશ કરવા, ભજન ભક્તિ સહિત કોઈ પણ સામાજિક અને ધાર્મિક પ્રોગ્રામમાં હાજર રહેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે ત્યારબાદ યુકે સબંધિત ગુરુદ્વારામાં પણ આ જ પ્રકારે પ્રતિબંધ મૂકવા માટે પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે.

આ નિર્ણયનું સીધું સમર્થન ન આપવાને બદલે દિલ્લી શીખ પ્રબંધક કમિટીના અધ્યક્ષ મનજીત સિંહે જણાવ્યું, ” આજે રાજનૈતિક પાર્ટીઓ અને સરકારોને આ વાત પર મંથન કરવું જોઈએ કે, વિદેશમાં રહેતા શીખોમાં કેન્દ્ર અને પંજાબ સરકાર વિરુધ ગુસ્સો શા માટે છે ? સરકારો પ્રવાસી શીખોને ક્યાં સુધી ખાલિસ્તાન સમર્થક બતાવીને તેમના મૂળભૂત અધિકારીઓ આપવામાં કિનારો કરતી રહેશે.

મહત્વનું છે કે, આ પહેલીવાર નથી જયારે શીખ સમુદાય નિરાશ થયું છે. પરંતુ આ પહેલા વિદેશોમાં કાર્યરત અધિકારી પોતાના સ્તર પર શીખો સમુદાયન લોકોને મળીને નારાજગી દૂર કરતા હતા. “ઓપરેશન બ્લુ સ્ટાર અને ૧૯૮૪ના કોમી રમખાણો” પછી પરસ્પર સંબધો એટલા ખરાબ થયા ન હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિદેશોમાં કાર્યરત અધિકારીઓનું ફોકસ પંજાબી એનઆરઆઈ પર રહ્યું નથી.