Not Set/ પાકિસ્તાન-તુર્કીના રક્ષા સોદામાં અમેરિકાએ ટાંગ અડાવી, હવે ઇમરાનની નજર ચીન પર

પાકિસ્તાન અને તુર્કીના બહુચર્ચિત સંરક્ષણ સોદામાં અમેરિકાએ અડિંગો નાંખ્યો છે. પાકિસ્તાનને તુર્કીમાં બનેલા ટી-129 હેલીકૉપ્ટર જોઇતા હતા પરંતુ અમેરિકાએ વગ વાપરીને આ સોદો રદ્દ કરી નાંખતા હવે ઇમરાન ખાન પાસે ચીનની શરણમાં જવા સિવાય છૂટકો નથી. સવાલ એ છે કે અમેરિકાએ આ સોદામાં કેમ હસ્તક્ષેપ કર્યો. હકીકતમાં તુર્કીના ટી-129 ફાઇટર હેલીકોપ્ટર પોતાની ઉત્તમ ખુબીઓના કારણે […]

World
t 129 atak helikopterlerinin teslimati neden ertelendi પાકિસ્તાન-તુર્કીના રક્ષા સોદામાં અમેરિકાએ ટાંગ અડાવી, હવે ઇમરાનની નજર ચીન પર

પાકિસ્તાન અને તુર્કીના બહુચર્ચિત સંરક્ષણ સોદામાં અમેરિકાએ અડિંગો નાંખ્યો છે. પાકિસ્તાનને તુર્કીમાં બનેલા ટી-129 હેલીકૉપ્ટર જોઇતા હતા પરંતુ અમેરિકાએ વગ વાપરીને આ સોદો રદ્દ કરી નાંખતા હવે ઇમરાન ખાન પાસે ચીનની શરણમાં જવા સિવાય છૂટકો નથી. સવાલ એ છે કે અમેરિકાએ આ સોદામાં કેમ હસ્તક્ષેપ કર્યો.

હકીકતમાં તુર્કીના ટી-129 ફાઇટર હેલીકોપ્ટર પોતાની ઉત્તમ ખુબીઓના કારણે પાકિસ્તાની સેના માટે ફાયદાનો સોદો સાબિત થાય તેવા હતા. આ હેલીકોપ્ટર દિવસ અને રાતે જાસૂસી કરી શકે છે. બીજી બાજુ ચીની હેલીકોપ્ટર ઝેડ-10 એમઇ ખાસ કરીને ટેન્કને તોડી નાંખવા માટે ઉપયોગમાં આવે છે. અનુમાન એવું લગાવાય છે કે પાકિસ્તાની સેના ચીનના ઝેડ-10 એમઇ હેલીકૉપ્ટરને સીમિત સંખ્યામાં ખરીદશે.

T129 ATAK 06 Turkish Aerospace પાકિસ્તાન-તુર્કીના રક્ષા સોદામાં અમેરિકાએ ટાંગ અડાવી, હવે ઇમરાનની નજર ચીન પર

જો ભારતની વાત કરીએ તો ભારત પાસે દમદાર સ્વદેશી લડાકુ વિમાન રુદ્ર છે જે ચીનના ઝેડ 19ને માત આપવામાં સક્ષમ છે. વાયુસેનાએ આને લદ્દાખમાં મૂક્યું છે. આ સિવાય ભારત પાસે અમેરિકાએ આપેલું એચ-64 ઇ અપાચે હેલીકોપ્ટર છે. અપાચે દુનિયામાં સૌથી હાઇટેક મલ્ટીપર્પસ ફાઇટર હેલીકૉપ્ટરમાંનુ એક છે. તો ચિનૂક એક મલ્ટીપર્પઝ વર્ટિકલ લિફ્ટ હેલીકોપ્ટર છે. જેનો મુખ્ય ઉપયોગ સૈનિકો, દારુગોળો, શસ્ત્રો અને ઇંધણના પરિવહન માટે કરવામાં આવે છે.

તુર્કીનું ટી-129 હેલીકોપ્ટર અમેરિકા અને તુર્કીએ સંયુક્ત રીતે બનાવ્યું છે. અમેરિકાની કંપની વેસ્ટલેન્ડે હેલીકોપ્ટરનું એન્જિન અને પંખાને ડિઝાઇન કર્યા છે. તુર્કીની પાસે અધિકાર હોવા છતાં અમેરિકા કોઇ ત્રીજા દેશને વેચવા પર રોક લગાવી શકે છે. આ જ કારણ છે કે અમેરિકાએ આ હેલીકૉપ્ટરને વેચવાની મંજૂરી નથી આપી.