કાર્યવાહી/ પાકિસ્તાન સેનાએ 33 તાલિબાની આતંકવાદીઓ ઠાર કર્યા, 40 કલાક ચાલેલા ઓપરશનમાં આપ્યો અંજામ

પાકિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓ સતત સક્રિય છે અને આ વખતે તેમણે કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરને નિશાન બનાવ્યું હતું

Top Stories World
terrorists

terrorists;     પાકિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓ સતત સક્રિય છે અને આ વખતે તેમણે કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરને નિશાન બનાવ્યું હતું. તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓએ પાકિસ્તાનના બન્નુ જિલ્લામાં સ્થિત આ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર પર કબજો કર્યો હતો. જે બાદ પાકિસ્તાની સેનાએ લગભગ 40 કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં તમામ 33 આતંકીઓને ઠાર કર્યા હતા. આ આખો હુમલો કેવી રીતે શરૂ થયો અને પાક આર્મીએ કેવી રીતે ઓપરેશન પાર પાડ્યું, જાણો આ પાંચ મોટી બાબતોમાં.

  • આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે પાકિસ્તાની સેનાના અધિકારીઓ એક આતંકીની પૂછપરછ કરી રહ્યા હતા. આ દરમિયાન તક જોઈને આતંકીએ આર્મી જવાન પાસેથી તેની બંદૂક છીનવી લીધી અને ત્યાં હાજર તમામ આતંકીઓને છોડી દીધા. આ પછી, 30 થી વધુ આતંકવાદીઓએ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર પર સંપૂર્ણ કબજો કરી લીધો.

 

  • આ પછી પાકિસ્તાન સરકાર એક્શનમાં આવી અને મામલો ઉકેલવા માટે વાટાઘાટોનો રસ્તો શોધી કાઢ્યો. પાકિસ્તાનથી મૌલવીઓની એક ટીમ અફઘાનિસ્તાન મોકલવામાં આવી હતી, જેમાં આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા માટે સમજાવવા માટે વાતચીત કરવામાં આવી હતી, પરંતુ મામલો સાકાર થયો ન હતો

 

  • વાતચીત પૂરી થયા બાદ પાકિસ્તાની સેનાએ આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન આતંકીઓ સાથે વાતચીત પણ ચાલી રહી હતી. પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ એક શરત મૂકી કે તેમને સુરક્ષિત રીતે અફઘાનિસ્તાનમાં છોડવામાં આવે, જેના માટે તેમણે હેલિકોપ્ટરની પણ માંગ કરી હતી.

 

  • આતંકવાદીઓની આ શરતને પાકિસ્તાન સેનાએ ઠુકરાવી દીધી હતી. જે બાદ આતંકીઓએ આર્મી ઓફિસરની હત્યા કરી નાખી હતી. આતંકવાદીઓએ એક વીડિયો પણ જારી કરીને ધમકી આપી હતી કે જો તેમને છોડવામાં નહીં આવે તો તેઓ તમામ સૈનિકો અને અધિકારીઓને મારી નાખશે.

 

  • પરિસ્થિતિ વણસતી જોઈને પાકિસ્તાની સેનાએ પોતાનું ઓપરેશન વધુ તીવ્ર કર્યું અને કમાન્ડો આગળ વધવા લાગ્યા. આ દરમિયાન બંને તરફથી ભીષણ ગોળીબાર થયો હતો. આ ઓપરેશનમાં પાકિસ્તાની કમાન્ડોએ એક પછી એક તમામ 33 આતંકીઓને ઠાર કર્યા હતા, જો કે આ દરમિયાન પાક આર્મીના બે કમાન્ડો પણ માર્યા ગયા હતા. ઓપરેશન દરમિયાન, આતંકવાદીઓને યુએસ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ બંધકોને તાત્કાલિક મુક્ત કરે.

Twitter/એલોન મસ્કની મોટી જાહેરાત, ટૂંક સમયમાં Twitterના CEO પદ પરથી રાજીનામું આપશે