Cricket/ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પર એક મહિલાએ લગાવ્યો શારીરિક શોષણનો આરોપ

પાકિસ્તાની ક્રિકેટ ટીમનાં કેપ્ટન બાબર આઝમ પર એક મહિલાએ મોટો આરોપ લગાવ્યો છે. મહિલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને 10 વર્ષથી બાબર આઝમ તેના પર જાતીય શોષણ કરતો હોવાનો આરોપ લગાવ્યો છે. આ મહિલાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તે અને બાબર સ્કૂલ સમયનાં મિત્રો છે અને ક્રિકેટરે તેને 2010 માં લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. […]

Sports
Diwali 8 પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પર એક મહિલાએ લગાવ્યો શારીરિક શોષણનો આરોપ

પાકિસ્તાની ક્રિકેટ ટીમનાં કેપ્ટન બાબર આઝમ પર એક મહિલાએ મોટો આરોપ લગાવ્યો છે. મહિલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને 10 વર્ષથી બાબર આઝમ તેના પર જાતીય શોષણ કરતો હોવાનો આરોપ લગાવ્યો છે. આ મહિલાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તે અને બાબર સ્કૂલ સમયનાં મિત્રો છે અને ક્રિકેટરે તેને 2010 માં લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. આપને જણાવી દઇએ કે, પાકિસ્તાનનાં પત્રકાર સાજ સાદિકે આ મહિલાની પ્રેસ કોન્ફરન્સનો વીડિયો તેના ટ્વિટર હેન્ડલથી પોસ્ટ કર્યો છે.

पाक क्रिकेट टीम के कप्तान बाबर आजम पर लड़की के गंभीर आरोप, बोली- प्रेग्नेंट  होने... | Latest News, Breaking News, Hindi News, Top News |

વીડિયોમાં મહિલા પોતાના માટે ન્યાયની માંગ કરતી જોવા મળી રહી છે. મહિલા વીડિયોમાં કહે છે કે બાબરે તેને 10 વર્ષથી તેની વાસનાનો શિકાર બનાવ્યો છે. મહિલાએ કહ્યું કે, તેણે ખરાબ સમયમાં બાબરને ટેકો આપ્યો હતો અને આર્થિક મદદ પણ કરી હતી. પરંતુ બાબરે પોતાનું કામ નિકળી ગયા પછી, તેની સાથેનાં તમામ સંબંધો તોડી દીધા. એટલું જ નહીં, બાબરે પોલીસમાં ફરિયાદ કરવા પર મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

મહિલાએ કહ્યું, હું સ્કૂલનાં દિવસોથી જ બાબર આઝમને ઓળખું છું અને અમે સારા મિત્રો હતા. 2010 માં, બાબરે મને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ આ સંબંધ અમારા પરિવારનાં સભ્યોને સ્વીકાર્ય ન હતો, તેથી બાબરે 2011 માં મને ભગાડી લઇ ગયો હતો. તેઓએ મને જુદી જુદી જગ્યાએ રાખી હતી. પરંતુ બાદમાં તેણે મારી સાથે લગ્ન કરવાનો ઇરાદો બદલી નાખ્યો હતો. આ સમય દરમિયાન હું ગર્ભવતી પણ થઈ હતી. હાલમાં આ આરોપો અંગે બાબર આઝમ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી કોઇ નિવેદન સામે આવ્યુ નથી.