IPL/ PSL ને અધવચ્ચે છોડી IPL ની તૈયારી માટે આવ્યા એન્ડી ફ્લાવર

મુલતાન સુલ્તાનનાં મુખ્ય કોચ એન્ડી ફ્લાવરે પાકિસ્તાન સુપર લીગ (PSL) અધવચ્ચે છોડીને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 મેગા ઓક્શનમાં ભાગ લેવા માટે ભારત રવાના થઈ ગયા છે.

Sports
11 47 PSL ને અધવચ્ચે છોડી IPL ની તૈયારી માટે આવ્યા એન્ડી ફ્લાવર

મુલતાન સુલ્તાનનાં મુખ્ય કોચ એન્ડી ફ્લાવરે પાકિસ્તાન સુપર લીગ (PSL) અધવચ્ચે છોડીને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 મેગા ઓક્શનમાં ભાગ લેવા માટે ભારત રવાના થઈ ગયા છે. બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી બે દિવસીય મેગા હરાજી માટે એન્ડી ફ્લાવર ભારતમાં હશે.

આ પણ વાંચો – U19 World Cup / પાકિસ્તાની કેપ્ટને રચ્યો ઈતિહાસ, જે દિગ્ગજ ખેલાડીઓ ન કરી શક્યા તે કરી બતાવ્યું

ઝિમ્બાબ્વેનાં સૌથી સફળ ક્રિકેટરોમાંનાં એક, એન્ડી ફ્લાવરને નવી IPL ફ્રેન્ચાઇઝી લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા આગામી 2022 સીઝન માટે મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ મુખ્ય કોચ એન્ડી ફ્લાવર 2020 અને 2021 સીઝનમાં પંજાબ કિંગ્સનાં કોચિંગ સ્ટાફનો ભાગ હતા. જોકે, સુલ્તાનનાં મીડિયા વિભાગે પુષ્ટિ કરી હતી કે, ફ્લાવર વર્ચ્યુઅલ રીતે ઉપલબ્ધ હશે અને તે 13 ફેબ્રુઆરીએ પાકિસ્તાન પરત ફરશે. મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની ટીમ વર્તમાન PSL 2022 સિઝનમાં શાનદાર ફોર્મમાં છે અને તેણે આ સિઝનની તમામ મેચો જીતી છે. ફ્લાવરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “લખનઉની નવી ફ્રેન્ચાઇઝીમાં જોડાવા માટે હું અતિ ઉત્સાહિત છું અને આ તક માટે હું ખૂબ જ આભારી છું. ભારતમાં ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો અજોડ છે અને IPL ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરવું એ ખરેખર એક વિશેષાધિકાર છે.” અને હું લખનઉ ખાતે ડૉ. ગોએન્કા અને ટીમ સાથે નજીકથી કામ કરવા માટે ઉત્સુક છું.” લખનઉ IPL ફ્રેન્ચાઇઝીએ કે.એલ. રાહુલ સહિત ત્રણ ખેલાડીઓની પણ પસંદગી કરી છે, જેઓ આગામી સિઝન માટે દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનાં ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ અને અનકેપ્ડ ભારતીય લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈનું નામ સામેલ છે.

આ પણ વાંચો – PSL 2022 / શાહિદ આફ્રિદીની ઓવરમાં બેટ્સમેનોએ ફટકાર્યા 8 છક્કા, PSL નાં ઈતિહાસમાં કોઇ બોલરે નથી આપ્યા આટલા રન

ESPNcricinfo અનુસાર, લખનઉ ફ્રેન્ચાઇઝી 60 કરોડ રૂપિયાનાં પર્સ સાથે ફેબ્રુઆરીની હરાજીમાં જશે. ટીમે રાહુલને 15 કરોડ, માર્કસ સ્ટોઈનિસને 11 કરોડ અને બિશ્નોઈને 4 કરોડ ચૂકવ્યા છે.