પાકિસ્તાન/ બલુચિસ્તાન યુનિવર્સિટી પાસે વિસ્ફોટ

બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં સરિયાબ રોડ પર બલુચિસ્તાન યુનિવર્સિટી પાસે વિસ્ફોટ થયો હતો, જેમાં એકનું મોત થયું હતું અને પાંચ પોલીસ સહિત દસ લોકો ઘાયલ થયા હતા.

Top Stories World
બલુચિસ્તાન યુનિવર્સિટી પાસે વિસ્ફોટ

બલુચિસ્તાન યુનિવર્સિટી પાસે વિસ્ફોટ: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ફરી એકવાર વિસ્ફોટ થયો છે. બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં સરિયાબ રોડ પર બલુચિસ્તાન યુનિવર્સિટી પાસે આ વિસ્ફોટ થયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ સરિયાબ રોડ પર પાર્ક કરેલા પોલીસ વાહન પાસે થયો હતો.

આ વિસ્ફોટમાં એકનું મોત થયું હતું અને પાંચ પોલીસ સહિત દસ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતા જ કાયદા અમલીકરણ એજન્સીઓ અને બચાવ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષા અધિકારીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

બલુચિસ્તાનમાં સરહદી જવાન પર હુમલો થયો હતો

25 સપ્ટેમ્બરના રોજ બલુચિસ્તાનના હરનાઈ જિલ્લાના ખોસાત વિસ્તારમાં એક સરહદ જવાનના વાહન પર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ચાર સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા. પ્રતિબંધિત બલોચ લિબરેશન આર્મીએ વિસ્ફોટની જવાબદારી લીધી હતી.

તમને જણાવી દઈએ કે બલુચિસ્તાનના હરનાઈ જિલ્લામાં પાકિસ્તાન ફ્રન્ટિયરનાં સૈનિકો કાર દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બલોચ લિબરેશન આર્મીએ પેટ્રોલિંગ વાહનને નિશાન બનાવીને બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટમાં માર્યા ગયેલા સુરક્ષા કર્મીઓની ઓળખ હુસૈન રહેમત, મહંમદ સલીમ, મજીદ ફરીદ અને ઝાકીર તરીકે થઈ છે.

National / કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ વચ્ચે અમિત શાહ એક્શનમાં, સુરક્ષા એજન્સીઓ સાથે મોટી બેઠક યોજી

કેવડીયા / સલામતીનો પૂરતો બંદોબસ્ત રાખી SOU પ્રવાસીઓ માટે ખુલ્લું રખાશે

19 વર્ષે ન્યાય / રણજીત સિંહ હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા