Not Set/ આર્થિક રીતે કંગાળ થયેલા પાકિસ્તાને સરહદ પર સૈન્ય ગતિવિધિમાં કર્યો વધારો, ફાઇટર પ્લેન કર્યા તૈયાર

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ને હટાવ્યા બાદ, પાકિસ્તાનની જાણે રાતની ઉંગ હરામ થઇ ગઇ છે. તે ભારત સામે સતત એકપક્ષીય કાર્યવાહી કરી રહ્યું છે. ભારત સાથે ડિપ્લોમેટિક સંબંધો ઘટાડ્યા પછી અને વેપાર ઉપર પ્રતિબંધ લાદ્યા બાદ, તેણે સરહદ પર પોતાની સૈન્ય પ્રવૃત્તિઓમાં વધારો કરવાનું શરૂ કર્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાન લદ્દાખ […]

World
pak skardu આર્થિક રીતે કંગાળ થયેલા પાકિસ્તાને સરહદ પર સૈન્ય ગતિવિધિમાં કર્યો વધારો, ફાઇટર પ્લેન કર્યા તૈયાર

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ને હટાવ્યા બાદ, પાકિસ્તાનની જાણે રાતની ઉંગ હરામ થઇ ગઇ છે. તે ભારત સામે સતત એકપક્ષીય કાર્યવાહી કરી રહ્યું છે. ભારત સાથે ડિપ્લોમેટિક સંબંધો ઘટાડ્યા પછી અને વેપાર ઉપર પ્રતિબંધ લાદ્યા બાદ, તેણે સરહદ પર પોતાની સૈન્ય પ્રવૃત્તિઓમાં વધારો કરવાનું શરૂ કર્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાન લદ્દાખ નજીક તેના પાયા પર લશ્કરી સાધનોમાં વધારો કરી રહ્યું છે. જો કે, ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. સ્કાર્દૂ પાકિસ્તાનનાં કબજા હેઠળ આવેલા ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં સ્થિત છે.

સુત્રોનું જણાવ્યુ મુજબ, ‘પાકિસ્તાને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ નજીકના તેના સ્કાર્દૂ સૈન્ય મથક પર તેની ગતિવિધિઓમાં વધારો કર્યો છે. પાકિસ્તાની એરફોર્સ સી-130 નું ત્રણ પરિવહન વિમાન શનિવારે યુદ્ધ સામગ્રી અને ઉપકરણો સાથે સ્કાર્દૂ પહોંચ્યું હતું. ભારતીય એજન્સીઓ સરહદ નજીક પાકિસ્તાની સૈન્યની ગતિવિધિઓ પ્રત્યે ગંભીર છે અને તેમની ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. સુત્રો કહે છે કે જે સામગ્રીને અગાઉથી લશ્કરી ઠેકાણાઓ પર પહોચાડવામાં આવી છે, તેમાં વાયુ સેનાનાં કામકાજમાં સહાયતા માટેનાં સાધનો હોઈ શકે છે. સુત્રો કહે છે કે, આગામી દિવસોમાં પાકિસ્તાન તેના જેએફ -17 લડાકુ વિમાનોને સ્કાર્દૂ એરબેઝ પર ગોઠવી શકે છે.

ભારતીય ગુપ્તચર એજન્સીઓ બોર્ડરની આજુબાજુ પાકિસ્તાન એરફોર્સની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. ભારતીય એજન્સીઓ સરહદ પર પાકિસ્તાનની લગભગ સમગ્ર લશ્કરી રચના અને પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં સક્ષમ છે. તમને જણાવી દઈએ કે અમેરિકાએ પાકિસ્તાનને ઘણા સમય પહેલા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-130 આપ્યું હતું. આ વિમાન ખૂબ જ જૂનું છે. ઓગષ્ટ 1988માં આ વિમાન દુર્ઘટનામાં જનરલ જિયા-ઉલ-હકનું પણ મોત નીપજ્યું હતુ.

સુત્રો કહે છે કે, પાકિસ્તાન એરફોર્સ પોતાની તાકાત બતાવવા વિશે વિચારી રહ્યું છે. આ તમાશામાં તે તેની સેનાની મદદ પણ લઈ શકે છે. આગળની ચોકીઓ પર લશ્કરી સામગ્રી લાવવી આ અભ્યાસ સાથે જોડાયેલુ જોવામાં આવે છે. સ્કાર્દૂ એ પાકિસ્તાની એરફોર્સનો એડવાન્સ સૈન્ય મથક છે અને પાકિસ્તાન આ એરબેઝનો ઉપયોગ ભારત સામેની લશ્કરી કાર્યવાહીમાં મદદ કરવા માટે કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.