Not Set/ 12000નાં મોત, સંક્રમણનાં નવા કેસ 7.07 લાખ – વિશ્વ હજુ કોરોનાનાં ભરડામાં જ…

કોરોનાનો હાહાકાર પાછલા 24 કલાકમાં પણ વિશ્વમાં યથાવત જોવામાં આવ્યો છે. કોરોનાનાં કારણે સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં કુલ 7.52 કરોડ કેસ નોંધાય ચૂક્યા છે.

Top Stories World
corona 190 12000નાં મોત, સંક્રમણનાં નવા કેસ 7.07 લાખ - વિશ્વ હજુ કોરોનાનાં ભરડામાં જ...

12000નાં મોત સાથે વિશ્વમાં કોરોનાનો હાહાકાર યથાવત

કોરોનાનો હાહાકાર પાછલા 24 કલાકમાં પણ વિશ્વમાં યથાવત જોવામાં આવ્યો છે. કોરોનાનાં કારણે સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં કુલ 7.52 કરોડ કેસ નોંધાય ચૂક્યા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના સંક્રમણનાં નવા 7.07 લાખ કેસ નોંધાતા હાહાકાર યથાવત જોવામાં આવ્યો. એકલા અમેરિકામાં જ સંક્રમણની સંખ્યા 24 કલાકમાં 2.20 લાખ વધી હોવાનું નોંધવામાં આવ્યું. કોરોનાનાં કેસ મામલે યૂકેમાં 24 કલાકમાં નવા 35 હજાર કેસ સામે આવ્યા છે. તો બ્રાઝિલમાં કેસો વધતાં નવા 68 હજાર કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં 12 હજાર લોકોનાં કોરોનાનાં કારણે મોત નિપજ્યાનો ભયાવહ આંકડો કોરોનાનાં યથાવત તાંડવની વાત કહી જાય છે. આપને જણાવી દઇએ કે, વિશ્વમાં હાલ 2.07 કરોડ કોરોના એકટિવ કેસ હોવાનું નોંધવામાં આવી રહ્યું છે.

Farmers Protest / કૃષિમંત્રી તોમારનો ખેડુતોને 8 પાનાનો પત્ર, PMએ કહ્યું –…

Coronavirus: Which countries have confirmed cases? | Coronavirus pandemic News | Al Jazeera
ભારતમાં કોરોના કન્ટ્રોલમાં

ભારતમાં કોરોના મંદો પડ્યાનાં શુભ સંકોતો જોવામાં આવી રહ્યા છે. દિવાળી અને લગ્ન ખરીદી સીઝનને કારણે એક વાર માથુ ઉચકી તમામનાં શ્વાસ અધરતાલ કરી દેનાર કોરોના હાલ કાબૂમાં જોવામાં આવી રહ્યો છે. પાછલા 24 કલાકમાં સામે આવેલા કેસ સાથે કોરોનાનો અત્યાર સુધીનો આંકડો દેશમાં 1 કરોડ પર પહોંચશે તે પાક્કી વાત છે. છેલ્લાં 24 કલાકમાં 26,700 નવા કેસ સાથે કુલ આંક 99.77 લાખ પર પહોંચ્યો છે. જો કે, ભારતમાં 24 કલાકમાં રિકવરી આંક 30,900ને પાર કરી જતા રાહત જોવામાં આવી રહી છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ફક્ત 3.10 લાખ છે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં દેશમાં કુલ રિકવરી આંક 95 લાખના આંકડાને પાર કરી ચૂક્યો છે.

#Thunderstorm / અમેરિકા પર આવી વધુ એક આફત, બરફનું ભયાનક તોફાન ત્રાટકયું…

Coronavirus: Latest maps and numbers from around the world - New Haven Register

ગુજરાતમાં કોરોના કાબૂમાં

વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોનાનાં નવા 1115 કેસ સામે આવ્યા. 1305 દર્દીઓએ રિકવર કર્યુ હોવાની વિગતો નોંધવામાં આવી છે. છેલ્લાં 24 કલાકમાં 8 લોકોનાં મોત કોરોનાનાં કારણે નિપજ્યા છે. રાજ્યમાં હાલ 12,449 એકટિવ કેસ હોવાનું નોંધનીય છે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીનો રાજ્યમાં કોરોના સંક્રમણનો આંક 2.32 લાખ પર પહોંચ્યો છે. કોરોનાએ માથુ ઉચક્યા બાદ કોરોના સામેની લડાઇ તેજ બનાવતા કોરોના સંક્રમણ કાબૂમાં જોવામાં આવી રહ્યુ છે. અને એક સમયે ફૂલ જોવામાં આવતી રાજ્યની સરકારી સહિતની પ્રાઇવેટ હોસ્પિટલના અડધો અડધ બેડ ખાલી હોવાની વિગતો સામે આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…