World/ પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરેશી, ISI ચીફ અચાનક કાબુલ પહોંચ્યા, શું હોઈ શકે છે કારણ..? 

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના જણાવ્યા અનુસાર, એક દિવસની મુલાકાત દરમિયાન પાકિસ્તાની પ્રતિનિધિમંડળે અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી અમીરખાન મુત્તાકી સાથે વાતચીત કરી હતી.

Top Stories World
pravasan 13 પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરેશી, ISI ચીફ અચાનક કાબુલ પહોંચ્યા, શું હોઈ શકે છે કારણ..? 

ઇસ્લામાબાદ તાલિબાનની આગેવાની હેઠળની અફઘાનિસ્તાનની વચગાળાની સરકાર સાથે વાતચીત કરવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશી અને ગુપ્તચર એજન્સી ISI ના વડા ફૈઝ હમીદ (લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ) ગુરુવારે પહોંચ્યા. તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ પાકિસ્તાની વિદેશ મંત્રીની આ પ્રથમ અફઘાન મુલાકાત છે.

https://twitter.com/WasiqAhmadullah/status/1451168671825543175?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1451168671825543175%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.news18.com%2Fnews%2Fworld%2Fsouth-asia-pakistan-foreign-minister-shah-mahmood-qureshi-arrives-in-kabul-afghanistan-3809212.html

મીડિયા સાથેની વાતચીતનો આ વીડિયો તાલિબાનના પ્રવક્તા અહમદુલ્લાહ વસીકે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કર્યો છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના જણાવ્યા અનુસાર, એક દિવસની મુલાકાત દરમિયાન પાકિસ્તાની પ્રતિનિધિમંડળે અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી અમીરખાન મુત્તાકી સાથે વાતચીત કરી હતી. વળી પ્રતિનિધિમંડળે કાબુલની વચગાળાની સરકારના નેતૃત્વ અને અન્ય અફઘાન નેતાઓ સાથે મુલાકાત કરી. તાલિબાન સરકાર સાથે મુલાકાત બાદ શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સાથે વાતચીત થઈ છે. આ વાતચીતમાં વડાપ્રધાન પણ હાજર હતા અને કેબિનેટના લગભગ તમામ મંત્રીઓ પણ હાજર હતા.

આ મુલાકાત તાજેતરમાં મોસ્કોમાં ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને રશિયાના અધિકારીઓની બેઠક બાદ થઈ હતી. આ સિવાય આગામી સપ્તાહે તેહરાનમાં યોજાનારી અફઘાનિસ્તાન અને રશિયાના પડોશી દેશોના વિદેશ મંત્રીઓની બેઠક પહેલા આ મુલાકાતને મહત્વની માનવામાં આવે છે.

National / Islam the only solution – બિલ ઉપર લખવું પડ્યું ભારે….

મુંબઈ ડ્રગ્સ કેસ / સમીર વાનખેડે : નવાબ મલિક વારંવાર મારા પરિવારની મહિલાઓને નિશાન બનાવી રહ્યા છે

National / યુપી મંત્રીનું વાહિયાત નિવેદન – 95% લોકો પેટ્રોલનો ઉપયોગ કરતા નથી, મુઠ્ઠીભર લોકો ફોર વ્હીલર ચલાવે છે

Farmer protesters / રાકેશ ટીકૈતની મોટી જાહેરાત, સરહદ ખાલી કરી દિલ્હીમાં સંસદ પર ધરણા કરશે

Technology / નોકિયા C30 બજેટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ,  Jio એક હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે

Technology / ફેસબુકને 520 કરોડનો દંડ, સમગ્ર મામલો ગીફી સાથે સંબંધિત છે