પાકિસ્તાન/ કરાંચીમાં મોટો વિસ્ફોટ, 12 લોકોના મોત, 13 ઘાયલ

દક્ષિણ પાકિસ્તાનના કરાચીમાં એક ગટર વ્યવસ્થામાં આજે જોરદાર ગેસ વિસ્ફોટ થયો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે. પોલીસ અને આરોગ્ય અધિકારીએ આ માહિતી આપી છે.

Top Stories World
કરાંચીમાં મોટો વિસ્ફોટ, 12 લોકોના મોત, 13 ઘાયલ

દક્ષિણ પાકિસ્તાનના કરાંચીમાં એક ગટર વ્યવસ્થામાં આજે જોરદાર ગેસ વિસ્ફોટ થયો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે. કાટમાળ નીચે કેટલાક અન્ય લોકો પણ ફસાયા હોવાની આશંકા છે. પોલીસ અને આરોગ્ય અધિકારીએ આ માહિતી આપી છે. પોલીસ પ્રવક્તા સોહેલ જોખિયોએ જણાવ્યું કે શહેરના શેરશાહ વિસ્તારમાં બેંક બિલ્ડિંગની નીચે ગટરમાં ગેસ જમા થવાને કારણે વિસ્ફોટ થયો હતો.

જોખિયોએ જણાવ્યું હતું કે આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ વિસ્ફોટક નિષ્ણાતોની ટીમને તપાસ માટે બોલાવવામાં આવી છે. અહીં કરાચીના ટ્રોમા સેન્ટરમાં ડૉક્ટર સાબીર મેમને જણાવ્યું કે આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે.

તેમાંથી ઓછામાં ઓછા ત્રણની હાલત ગંભીર છે. તેમણે કહ્યું કે ઘણા ઘાયલોને ICUમાં રાખવામાં આવ્યા છે. વિસ્ફોટને કારણે નજીકની ઈમારતોની બારીઓ તૂટી ગઈ હતી અને નજીકમાં પાર્ક કરાયેલા એક વાહનને પણ ખરાબ રીતે નુકસાન થયું હતું. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

National / લોકસભામાં સરોગસી બિલ મંજૂર, હવે સરોગસી માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે

ધર્મ / મધ્યપ્રદેશના આ શહેરમાં ભગવાન દત્તનું 700 વર્ષ જૂનું મંદિર છે, શંકરાચાર્ય અને ગુરુ નાનક દેવ પણ અહીં આવ્યા હતા

વિદુર નીતિ / આ 10 વાતોનું ધ્યાન રાખો, તમે જીવનમાં ક્યારેય નિષ્ફળ નહીં થાઓ ..

Life Management / શિષ્ય સારી મૂર્તિઓ બનાવતો હતો, છતાં ગુરુ તેને ટોકતાં હતા, એક દિવસ શિષ્યને ગુસ્સો આવ્યો અને.. 

ધર્મ / POKમાં શરૂ થયું શારદા દેવી મંદિરનું નિર્માણ, આ ધાર્મિક સ્થળનો ઈતિહાસ 5 હજાર વર્ષ જૂનો છે

Life Management / ભગવાને ખેડૂતની ઈચ્છા પૂરી કરી, પાક પણ સારો થયો, પણ ડોડામાં દાણા નહોતા..

ધર્મ / માત્ર બાબા વિશ્વનાથ જ નહીં, અન્ય 11 જ્યોતિર્લિંગ પણ કાશીમાં સ્થાપિત છે, જાણો ક્યાં છે તેમના મંદિરો

ધર્મ / હીરામાં છે 8 ગુણ અને 9 ખામી, ફાયદા સાથે નુકસાન પણ થઈ શકે છે, ધ્યાનમાં રાખો આ વાતો