PCB/ એશિયા કપ અને ODI વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમ નવી જર્સીમાં જોવા મળશે

પાકિસ્તાનની પુરૂષ ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અન્ય સાથી ખેલાડીઓ શાદાબ ખાન અને નસીમ શાહ સાથે નવી જર્સી પહેરીને ઉભા છે

Top Stories Sports
4 115 2 એશિયા કપ અને ODI વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમ નવી જર્સીમાં જોવા મળશે

પાકિસ્તાન ક્રિકેટ ટીમે એશિયા કપ અને વર્લ્ડ કપ 2023 પહેલા તેની નવી જર્સી જાહેર કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલએ નવી જર્સીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોના અંતમાં પાકિસ્તાનની પુરૂષ ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અન્ય સાથી ખેલાડીઓ શાદાબ ખાન અને નસીમ શાહ સાથે નવી જર્સી પહેરીને ઉભા છે. પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓ નિદા દાર અને આલિયા રિયાઝ પણ તેની સાથે નવી જર્સી પહેરીને ઉભેલી જોઈ શકાય છે.

પાકિસ્તાન એશિયા કપ 2023 ની મેજબાની કરવાનું હતું, પરંતુ BCCI દ્વારા પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યા પછી, ટૂર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલ પર કરવામાં આવી રહ્યું છે. ટૂર્નામેન્ટની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે અને બાકીની નવ મેચો શ્રીલંકામાં રમાશે. ભારત અને પાકિસ્તાન 2 સપ્ટેમ્બરે શ્રીલંકામાં ટકરાશે. ભારત અને પાકિસ્તાનની સાથે નેપાળ પણ ગ્રુપ Aમાં છે. જે 30મી ઓગસ્ટે પોતાની ધરતી પર પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમશે