Not Set/ વાહ…! મુસાફરલક્ષી સેવાઓ-સલામત સંચાલનમાં દેશમાં મોખરે ગુજરાત STની આ ગામમાં બસો જોવા જ નથી મળતી

ગુજરાતની વિકાસના વિભિન્ન ક્ષેત્રની આગવી-ઉપલબ્ધિઓમાં વૃદ્ધી કરવાનો ક્રમ જાળવતા ગુજરાત એસ.ટી. કોર્પોરેશને ભારત સરકારના ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ-ર૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના સન્માન મેળવી સતત ત્રીજા

Top Stories Gujarat Others
st bus વાહ...! મુસાફરલક્ષી સેવાઓ-સલામત સંચાલનમાં દેશમાં મોખરે ગુજરાત STની આ ગામમાં બસો જોવા જ નથી મળતી

ગુજરાતની વિકાસના વિભિન્ન ક્ષેત્રની આગવી-ઉપલબ્ધિઓમાં વૃદ્ધી કરવાનો ક્રમ જાળવતા ગુજરાત એસ.ટી. કોર્પોરેશને ભારત સરકારના ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ-ર૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના સન્માન મેળવી સતત ત્રીજા વર્ષે આ એવોર્ડની હેટ્રીક પ્રાપ્ત કરી છે. આ એવોર્ડ સન્માન ગત તા.૧૮મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં કેન્દ્રિય રક્ષા મંત્રી રાજનાથસિંહ અને રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીજીની ઉપસ્થિતીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી. ને અર્પણ કરવામાં આવ્યા હતા. અને આ જ ST છે જે ગુજરાતનાં અનેક ગામોમાં જોવા પણ મળતી નથી…તે પણ વપવી હકીકત છે.

ગ્રામ્ય વિસ્તારમાં ૭૫૦૦ કરતાં વધું શિડ્યુલ સંચાલન કરી સમગ્ર ભારતમાં સૌથી ઓછા અકસ્માત દર-૦.૦૬ જાળવવા બદલ કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના ઉપક્રમ એસોસિયેશન ઓફ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા ગુજરાત એસ.ટી. કોર્પોરેશનને સતત ત્રીજીવાર આ ગૌરવથી સન્માનિત કરવામાં આવ્યું છે. પરંતુ જમીની હકીકતો આવી પણ છે.

સનખડા, ખત્રીવાડા ગામના 50 થી વધુ વિદ્યાર્થીઓ હેરાન હેરાન જોવામા આવી રહ્યા છે કારણ કે, સવારે 5 વાગ્યે 3 કિ.મી. પગપાડા ગાંગડા બસ સ્ટેશને જવું પડે છે. વાત જાણીને તમે પણ પરેશાન થઇ જશો અને કહી ઉઠશો કે શું બુલેટ ટ્રેન દેડતી થવાની છે તે વિકસીત ગુજરાતમાં આજે પણ ગામડામાં એક ગામથી બીજે ગામ જવા માટે વાહનો નથી મળતા? આવુ બને જ નહી.

WhatsApp Image 2021 01 29 at 7.49.10 PM વાહ...! મુસાફરલક્ષી સેવાઓ-સલામત સંચાલનમાં દેશમાં મોખરે ગુજરાત STની આ ગામમાં બસો જોવા જ નથી મળતી

ઊના તાલુકાના સનખડા ગામે છેલ્લા 1 માસથી વધુ સમયથી એસ ટી બસના દર્શન દુર્લભ હોય તેમ સનખડા તેમજ ખત્રીવાડા ગામના 50 થી વધુ વિદ્યાર્થીઓને વહેલી સવારે 3 કિ.મી.સુધી ચાલીને ગાંગડા બસ સ્ટેશન સુધી જવાની ફરજ પડી રહી છે. જોકે અગાઉ બસ સનખડા ગામ સુધી આવતી હતી. પરંતુ નેશનલ હાઇવે રોડ પર નાનુ ડાયવર્ઝન કાઢેલ હોવાથી એસ ટી બસને વળાંક લેવામાં મુશ્કેલી પડતી હોવાથી બસ આવી શક્તી ન હોવાનું બસના ડ્રાઇવરે વિદ્યાર્થીઓને જણાવેલ હતું. પરંતુ ટ્રેક્ટરથી માંડી તમામ નાના મોટા વાહન ચાલતા ત્યાથી પસાર થતા હોવા છતાં એસ ટી બસનેજ મુશ્કેલી પડી રહી છે.

એસ ટી બસના વાંકે બન્ને ગામોના વિદ્યાર્થીઓને વાહન ના અભાવે પગપાડા ગાંગડા બસ સ્ટેશન સુધી જવું પડે છે. ઉના-જાફરાબાદ રૂટની બસ તેમજ ઉના-સનખડા રૂટ બસ અગાઉ સનખડા સુધી આવતી હતી. હાલ ડાઇવર્ઝનના કારણે સાંકળો રસ્તો હોવાથી બસ વળાંક ન લેતા 50 થી વધુ વિદ્યાર્થીઓને ભોગ બનવાનો વારો આવ્યો હોય આ બાબતે ઉના એસ ટી ડેપો દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી તાત્કાલીક સનખડા સુધી બસ પહોચે તેવી વ્યવસ્થા કરે જેથી બન્ને ગામના વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોચે તેવી બન્ને ગામના લોકોની માંગણી ઉઠવા પામેલ છે..

@કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઊના…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…