Not Set/ પાકિસ્તાન શાંતિ અને અમન માગતું હોય તો આતંકી મોકલવાનું કરે બંધ: બીપીન રાવત

  સેના પ્રમુખ જનરલ બીપીન રાવતે શુક્રવારે કહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં સેના તરફથી રોકવામાં આવેલા અભિયાનનો સમય વધારી શકાય છે, પરંતુ આતંકીઓની કોઈ પણ એક્શન પર ફરી વિચાર કરવાનો રહેશે. રાવતે એ પણ જણાવ્યું છે કે પાકિસ્તાન જો શાંતિ જાળવી રાખવા માંગતું હોય તો તેમને રાજ્યમાં આતંકીઓને મોકલવાનું બંધ કરવું પડશે. શ્રીનગરથી ૯૫ કિલોમીટર […]

Top Stories India

 

સેના પ્રમુખ જનરલ બીપીન રાવતે શુક્રવારે કહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં સેના તરફથી રોકવામાં આવેલા અભિયાનનો સમય વધારી શકાય છે, પરંતુ આતંકીઓની કોઈ પણ એક્શન પર ફરી વિચાર કરવાનો રહેશે.

રાવતે એ પણ જણાવ્યું છે કે પાકિસ્તાન જો શાંતિ જાળવી રાખવા માંગતું હોય તો તેમને રાજ્યમાં આતંકીઓને મોકલવાનું બંધ કરવું પડશે.

શ્રીનગરથી ૯૫ કિલોમીટર દુર પહલગામમાં એક કાર્યક્રમમાં જનરલ રાવતે રીપોર્ટસને જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન ખરેખર શાંતિ અને અમન જાળવી રાખવા માંગતું હોય તો તેમને આતંકીઓ મોકલી અને રાજ્યમાં ઘુસપેઠ કરવાનું બંધ કરવું પડશે. સંઘર્ષ વિરામનું ઉલંઘન વધારે ઘુસપેઠ દરમિયાન જ કરવામાં આવે છે, પરંતુ પાકિસ્તાન વારંવાર સંઘર્ષ વિરામનું ઉલંઘન કરતુ રહ્યું છે. જેના કારણે બંને દેશોને ઘણી નુકશાની ભોગવવી પડી છે.

તેમને જણાવ્યું છે કે,

“જયારે એવી ગતિવિધિ કરવામાં આવે છે, ત્યારે અમારે પણ પલટ જવાબમાં ઉચિત કાર્યવાહી કરાવી પડે છે. અમે શાંતિથી બેસી બધું જોઈ ના જ શકીએ. જો સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન થશે તો અમાર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે.”

જનરલ રાવતે કહ્યું છે કે શાંતિ માટે જરૂરી છે કે સીમા પર આતંકવાદનો વિરામ લાવવામાં આવે. સેના પ્રમુખે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનનો ઉદ્દેશ્ય છે કે લોકોને શાંતિનો ફાયદો મળે.

તેમને જણાવ્યું હતું કે, “જો શાંતિનો આ માહોલ બંને દેશો દ્વારા બન્યું રહેશે તો અમે એનઆઈસીઓ (અભિયાનની શરૂઆત નહિ) વિશે વિચાર કરવામાં આવશે. પરંતુ આતંકવાદીઓએ જો કોઈ હલચલ કરી તો અમે પણ સંઘર્ષ વિરામ અથવા અભિયાન રોકવા પર અથવા એનઆઈસીઓ પર ફરી વિચાર કરવો પડશે.