ચેતવણી/ તાલિબાનના સમર્થનમાં પાકિસ્તાન,અફઘાનિસ્તાની સેનાને આપી ચેતવણી તાલિબાનોને હટાવશો તો પરિણામ ભોગવવું પડશે

અફઘાનિસ્તાનના પહેલા ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે કહ્યું કે હવે પાકિસ્તાન એરફોર્સ ઘણા વિસ્તારોમાં તાલિબાનને સીધી સહાય પૂરી પાડે છે.

World
afganistan તાલિબાનના સમર્થનમાં પાકિસ્તાન,અફઘાનિસ્તાની સેનાને આપી ચેતવણી તાલિબાનોને હટાવશો તો પરિણામ ભોગવવું પડશે

 પાકિસ્તાને ગુરૂવારે આ પુષ્ટિ આપી હતી કે તાલિબાનોએ અફઘાનિસ્તાનની સરહદ આવેલા શહેરને કબજે કરી લીધું છે. પાકિસ્તાન તરફથી આ નિવેદન આવ્યાના કલાકો બાદ અફઘાનિસ્તાનના ટોચના નેતાએ કહ્યું છે કે પાકિસ્તાન તાલિબાનને હવાઈ સપોર્ટ પૂરો કરી રહ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇસ્લામાબાદએ અફઘાન સૈન્ય અને વાયુસેનાને ચેતવણી આપી છે કે તેઓ સરહદી વિસ્તારોમાંથી તાલિબાનને દૂર કરવાનો પ્રયાસ ન કરે.

અફઘાનિસ્તાનના પહેલા ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે કહ્યું કે હવે પાકિસ્તાન એરફોર્સ ઘણા વિસ્તારોમાં તાલિબાનને સીધી સહાય પૂરી પાડે છે. પ્રથમ ઉપરાષ્ટ્રપતિએ ટ્વિટર પર લખ્યું છે કે ‘પાકિસ્તાન એરફોર્સે અફઘાન સૈન્ય અને એરફોર્સને સત્તાવાર રીતે ચેતવણી આપી છે કે જો સ્પિન બોલ્દક વિસ્તારમાંથી તાલિબાનને હટાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો પાકિસ્તાન એરફોર્સ તેનો જવાબ આપશે. પાકિસ્તાન એરફોર્સ હવે ઘણા વિસ્તારોમાં તાલિબાનની મદદ કરી રહ્યું છે.

 પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જાહિદ હાફીઝ ચૌધરીએ પુષ્ટિ આપી હતી કે અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારમાં તાલિબાનોએ શહેરનો કબજો લીધો હતો. બુધવારે સ્થાનિક મીડિયામાં સમાચાર આવ્યા હતા કે તાલિબાન દ્વારા દક્ષિણ કંદહાર નજીક પાકિસ્તાન સાથેની મુખ્ય સરહદનો કબજો લેવામાં આવ્યો છે. અનેક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તાલિબાન સંગઠને સરહદ પર અફઘાનિસ્તાનનો ધ્વજ નીચે ઉતારીને તેનો ધ્વજ ઉંચો કર્યો છે. આ સરહદ અફઘાનિસ્તાનના વેશ ટાઉન અને પાકિસ્તાનના ચમન ટાઉનને જોડે છે.

તાલિબાનના પ્રવક્તાએ જાહેરાત કરી કે તેણે બોલ્દક અને ચમન વચ્ચેનો ખૂબ જ મહત્વપૂર્ણ રસ્તો કબજે કર્યો છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેઓ પાકિસ્તાન સાથે વાતચીત અને સમજૂતી થયા પછી જ આ માર્ગ પર હિલચાલની મંજૂરી આપશે. ઉલ્લેખનીય છે  કે છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારોમાં ઉગ્ર હિંસા કરવામાં આવી છે.