પંજાબના હુસેનવાલા સેક્ટરમાં પાકિસ્તાનની સરહદ પર તૈનાત સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સોમવારે રાત્રે આ વિસ્તારમાં ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું, ત્યાર બાદ સૈન્ય હરકતમાં આવ્યું હતું. આપને યાદ આપાવી દઇએ કે, તાજેતરમાં જ સેનાએ પુષ્ટિ આપી હતી કે પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાન આતંકવાદી સંગઠન દ્વારા 8 ડ્રોનની મદદથી 80 કિલો શસ્ત્ર મોકલવામાં આવ્યું છે.
એક અધિકારીએ માહિતી આપી કે, ગઈકાલે રાત્રે 10 થી 10.40 ની વચ્ચે, બીએસએફની 136 બટાલિયને હુસેનવાલા જોઇન્ટ ચેક પોસ્ટ નજીક 5 ડ્રોન ઉડતા જોયા, જેમાંથી 4 પાક સરહદની અંદર અને 1 ભારતીય સીમાની અંદર જોવામાં આવ્યા હતા.

