LOC/ પાકિસ્તાને LOC પર બંકર બનાવવાનો કર્યો પ્રયાસ,ભારતીય સેનાએ રોક લગાવી….

ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટિટવાલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની રેન્જર્સ દ્વારા શરૂ કરાયેલા ‘બંકર’ સામે વાંધો ઉઠાવ્યો છે

Top Stories India
LOCCCC પાકિસ્તાને LOC પર બંકર બનાવવાનો કર્યો પ્રયાસ,ભારતીય સેનાએ રોક લગાવી....

અંકુશ રેખા પર પાકિસ્તાનની નાપાક હરકતો ફરી એકવાર સામે આવી છે. કુપવાડા જિલ્લાના ટિટવાલ સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ગેરકાયદેસર રીતે બંકર બનાવવામાં આવી રહ્યા હતા ત્યારે  સેનાએ આ બાંધકામ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. વિસ્તારના સ્થાનિક પોલીસ અધિકારીએ આ ગેરકાયદે બાંધકામ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યું હોવાની પુષ્ટિ કરી છે.

ભારતીય સેનાએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટિટવાલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની રેન્જર્સ દ્વારા શરૂ કરાયેલા ‘બંકર’ સામે વાંધો ઉઠાવ્યો છે. આ વિસ્તારના સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “ટીટવાલ વિસ્તારમાં નિયંત્રણ રેખા પર અસામાન્ય બાંધકામ જોઈને સ્થાનિક લોકોએ ભારતીય સેનાના અધિકારી અને પોલીસને જાણ કરી હતી. ત્યારપછી ભારતીય સેનાને પાકિસ્તાની રેન્જર્સ દ્વારા અસાધારણ બાંધકામ પ્રવૃત્તિની જાણ થઈ હતી. સેનાએ,લાઉડસ્પીકર દ્વારા, પાક રેન્જર્સને આ ગેરકાયદે બાંધકામને તાત્કાલિક બંધ કરવા કહ્યું

એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ વિસ્તારમાં ‘બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે.. અધિકારીએ જણાવ્યું હતું કે, “તેઓએ સરહદની બીજી બાજુએ કેટલીક રચનાઓ બનાવવાનું શરૂ કર્યું હતું જે આ બાજુથી 500 મીટરની અંદર આવે છે.” “પ્રોટોકોલ હેઠળ, કોઈપણ પક્ષને કોઈપણ પ્રકારનું બાંધકામ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી .જે કોઇએબાંધકામ કરવું હોય તો તેણે પહેલા જાણ કરવી જોઇએ.

.