ઓક્ટોબર મહિનો ક્રિકેટ રસીયાઓ માટે મોજ અને મસ્તીનો રહેશે. 17 ઓક્ટોબરથી UAE અને ઓમાનમાં T20 વર્લ્ડકપ યોજાવાનો છે, જેને લઇને દુનિયાભરનાં ક્રિકેટપ્રેમીઓ ઉત્સાહી છે. જો કે T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે.
આ પણ વાંચો – IPL 2021 / Playing Eleven માં સ્થાન ન મળતા વોર્નર દર્શક સ્ટેન્ડમાં ટીમને Support કરતો જોવા મળ્યો, Video
તાજેતરમાં નેશનલ ટી 20 કપમાં સદી ફટકારીને બાબરએ ઘણા રેકોર્ડ તોડ્યા બાદ વધુ એક રેકોર્ડ હાંસલ કર્યો છે. પાકિસ્તાની કેપ્ટને T20 ક્રિકેટમાં પોતાના 7,000 રન પૂરા કર્યા છે અને આ કિસ્સામાં તેણે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ અને વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધા છે. બાબર આઝમ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 7,000 રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો છે. તેણે પોતાની કારકિર્દીની 187 મી T20 ઇનિંગમાં આ સ્થાન હાંસલ કર્યું છે. ક્રિસ ગેલે 7 હજાર રન પૂરા કરવા માટે 192 ઇનિંગ રમી હતી. વળી, વિરાટ કોહલીએ આ સ્ટેજ સુધી પહોંચવા માટે 212 ઇનિંગ રમી હતી. બાબરએ નેશનલ T20 કપમાં સેન્ટ્ર્લ પંજાબ (પાકિસ્તાન) તરફથી રમતી વખતે 49 બોલમાં 59 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને તેની ટીમને વિજય તરફ દોરી હતી. પ્રથમ બેટિંગ કરતા સાઉથરન પંજાબની ટીમ 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને બાબરની ટીમ સામે 120 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
આ પણ વાંચો – IPL 2021 / ડેબ્યૂ મેચમાં જ ઉમરાન મલિકે રચ્યો ઈતિહાસ, તોડ્યો સિરાજ અને બુમરાહનો રેકોર્ડ
તાજેતરમાં જ બાબર આઝમે આ જ ટુર્નામેન્ટમાં પોતાની T20 કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારીને વિરાટ કોહલીને પાછળ છોડી દીધો હતો અને રોહિત શર્માનાં રેકોર્ડની બરાબરી કરી હતી. એક એશિયન બેટ્સમેન તરીકે, તે T-20 માં સૌથી વધુ સદી ફટકારવાનાં સંદર્ભમાં રોહિત શર્મા સાથે સંયુક્ત રીતે પ્રથમ ક્રમે પહોંચી ગયો છે. T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો 24 ઓક્ટોબરે દુબઈમાં થવાનો છે અને તે પહેલા બાબર આઝમનાં આ સ્વરૂપે ટીમ ઈન્ડિયાનાં બોલરોની ઉંઘ ઉડાવી દીધી છે.