Not Set/ Pal Pal Dil Ke Paas Public Review : ઘણી મહેનત કરવા છતા કરન દેઓલનો જાદુ રહ્યો ફીંકો

સની દેઓલનો પુત્ર કરણ દેઓલ સિનેમા જગતમાં પ્રવેશી ગયો છે. કરણ દેઓલની પહેલી ફિલ્મ પલ પલ દિલ કે પાસ આજે રિલીઝ થઈ છે. ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ એક રોમેટિંક ફિલ્મ છે જે પર્વતોમાં બતાવવામાં આવી છે. ફિલ્મનાં મુખ્ય ભાગનું શૂટિંગ મનાલીમાં કરવામાં આવ્યું હતું જ્યાં ટીમે શૂન્ય તાપમાનમાં પણ શૂટિંગ કર્યું હતું. આ […]

Uncategorized
maxresdefault 1 2 Pal Pal Dil Ke Paas Public Review : ઘણી મહેનત કરવા છતા કરન દેઓલનો જાદુ રહ્યો ફીંકો

સની દેઓલનો પુત્ર કરણ દેઓલ સિનેમા જગતમાં પ્રવેશી ગયો છે. કરણ દેઓલની પહેલી ફિલ્મ પલ પલ દિલ કે પાસ આજે રિલીઝ થઈ છે. ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ એક રોમેટિંક ફિલ્મ છે જે પર્વતોમાં બતાવવામાં આવી છે. ફિલ્મનાં મુખ્ય ભાગનું શૂટિંગ મનાલીમાં કરવામાં આવ્યું હતું જ્યાં ટીમે શૂન્ય તાપમાનમાં પણ શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ મનાલી અને મુંબઇ ઉપરાંત દિલ્હી અને નોઇડામાં પણ કરવામાં આવ્યુ હતુ. આ ફિલ્મમાં કરનની  સાથે હિરોઇન સહર બાંબા જોવા મળી છે.

Related image

આ ફિલ્મ ઘણી રીતે ખાસ હતી. પોતાના પુત્રને લોન્ચ કરવા ફિલ્મનું નિર્દેશક સની દેઓલે કર્યુ છે અને તેના નિર્માતા કરણનાં દાદા ધર્મેન્દ્ર છે. સનીનાં પુત્ર અને ધર્મેન્દ્રનાં પૌત્રનું બોલીવુડમાં પહેલુ ડગલુ ધમાકેદાર રહેવાની આશા રાખવામા આવી રહી હતી. પુત્રને બોલીવુડમાં એક ધમાકેદાર એન્ટ્રી કરવા માટે સની દેઓલે પૈસાનો પાણીની જેમ વ્યય કર્યો, પરંતુ તે અન્ય કેસોમાં નિષ્ફળ ગયા. લવ, રોમાંસ, એડવેન્ચર અને એક્શનથી ભરેલી આ ફિલ્મ સ્ટોરી, અભિનય અને સંગીતની દ્રષ્ટિએ માત ખાઇ રહી છે.

pal Pal Pal Dil Ke Paas Public Review : ઘણી મહેનત કરવા છતા કરન દેઓલનો જાદુ રહ્યો ફીંકો

દેઓલ પરિવારે સાબિત કર્યું કે, કેવી રીતે કોઈ મજબૂત સ્ટોરી, અભિનય અને સંગીત વિના ફિલ્મો બનાવી શકાય છે. કોઈ તૈયારી કર્યા વિના સ્પર્ધાથી ભરેલા હિન્દી સિનેમામાં પ્રવેશ મેળવવો કરણ દેઓલ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઉત્તમ સંવાદો માટે જાણીતા દાદા ધર્મેન્દ્ર અને પાપા સની દેઓલ પાસેથી તેને હજુ ઘણું શીખવાની જરૂર છે. તે ફિલ્મમાં અભિનય કરવામાં ખૂબ જ નબળો રહ્યો છે, જ્યારે અભિનેત્રી સહર બાંબાએ તેના રોલ માટે સારી ભૂમિકા ભજવી હતી. જો ફિલ્મની વાર્તામાં કેટલાક ટ્વિસ્ટ હોત, તો તે ફિલ્મમાં વધુ રસ જાગી શકતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.