Not Set/ ‘પલ પલ દિલ કે પાસ’ ટાઇટલ સોન્ગ આઉટ, રોમાન્સ કરતા જોવા મળ્યા કરણ-સહર

બોલિવુડ અભિનેતા સની દેઓલ પોતાના સમયનાં મોટા કલાકારોમાં સ્થાન ધરાવે છે. હવે તેનો પુત્ર કરણ દેઓલ ફિલ્મોમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. કરણ ફિલ્મની ઘોષણા બાદથી જ ચર્ચામાં બની રહ્યો છે. તે પલ પલ દિલ કે પાસ ફિલ્મથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે સહાર બંબા જોવા મળશે. તાજેતરમાં જ […]

Uncategorized
pal pal ‘પલ પલ દિલ કે પાસ’ ટાઇટલ સોન્ગ આઉટ, રોમાન્સ કરતા જોવા મળ્યા કરણ-સહર

બોલિવુડ અભિનેતા સની દેઓલ પોતાના સમયનાં મોટા કલાકારોમાં સ્થાન ધરાવે છે. હવે તેનો પુત્ર કરણ દેઓલ ફિલ્મોમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. કરણ ફિલ્મની ઘોષણા બાદથી જ ચર્ચામાં બની રહ્યો છે. તે પલ પલ દિલ કે પાસ ફિલ્મથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે સહાર બંબા જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મનું ટાઇટલ સોંગ રજૂ કરવામાં આવ્યું છે.

xppdkp 1566887926.jpg.pagespeed.ic .jgupBQo10q ‘પલ પલ દિલ કે પાસ’ ટાઇટલ સોન્ગ આઉટ, રોમાન્સ કરતા જોવા મળ્યા કરણ-સહર

લગભગ 3 મિનિટ લાંબુ આ ગીત કરણ અને સહારનાં એક બીજાની સામે જોવાની સાથે શરૂ થાય છે. આ એક રોમેન્ટિક ગીત છે, જેને લોકપ્રિય ગાયક અરિજિત સિંહ અને પરમ્પરા ઠાકુરે પોતાનો અવાજ આપ્યો છે. આ ગીતનાં બોલ સિદ્ધાર્થ ગરિમાએ લખ્યા છે, જ્યારે આ ગીત સચેત પરમ્પરા દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. પલ પલ દિલ કે પાસે ટાઇટલ ટ્રેકમાં કરણ અને સહરની કેમિસ્ટ્રી સારી લાગી રહી છે.

pal pal dil ke ‘પલ પલ દિલ કે પાસ’ ટાઇટલ સોન્ગ આઉટ, રોમાન્સ કરતા જોવા મળ્યા કરણ-સહર

આપને જણાવી દઇએ કે, આ એક રોમેન્ટિક ફિલ્મ છે અને તેનું નિર્દેશન કરણનાં પિતા સની દેઓલ કરી રહ્યા છે. સની ઈચ્છે છે કે, કરણની ડેબ્યૂ શાનદાર રહે તે માટે સેટ પર પાણીની જેમ પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. કરણની પહેલી ફિલ્મ પલ પલ દિલ કે પાસ નું શૂટિંગ મોટાભાગે મનાલીમાં કરવામાં આવ્યું છે, જ્યાં ટીમે શૂન્ય તાપમાનમાં પણ શૂટિંગ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ મનાલી ઉપરાંત મુંબઇ અને દિલ્હીમાં પણ કરવામાં આવ્યુ છે.

કરણ દેઓલની ફિલ્મ પલ પલ દિલ કે પાસ 20 સપ્ટેમ્બરનાં રોજ રીલિઝ થશે. સોનમ કપૂર અને દલકીર સલમાનની ફિલ્મ ધ જોયા ફેક્ટર પણ તે જ દિવસે આવી રહી છે. આ ફિલ્મ જોયા સોલંકી નામની એક છોકરીની વાર્તા છે, જે 2011 નાં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ માટે એક લકી ચાર્મ બની જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.