GBS/ પાલનપુરના બે સગીરને વિચિત્ર બિમારી, વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા, જાણો શું છે લક્ષણો ?

પાલનપુર અને વડગામના 2 કિશોર બાળકને ગુલિયન બારી સિન્ડ્રોમની બીમારીની અસર જોવા મળી છે. 16 વર્ષના બાળકને એક સપ્તાહમાં હાથ પગ અને મગજ કામ કરતા બંધ થઈ ગયા હતા.

Top Stories Gujarat Others
j8 1 પાલનપુરના બે સગીરને વિચિત્ર બિમારી, વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા, જાણો શું છે લક્ષણો ?

હાલ છેલ્લા બે વર્ષ થી અવનવી બીમારીઓ આવતા લોકો યેનકેન રીતે હલકી ભોગવી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરના કિશોરોને વિચિત્ર બિમારી સામે આવી છે. જેમાં પાલનપુર અને વડગામના 2 કિશોર બાળકને ગુલિયન બારી સિન્ડ્રોમની બીમારીની અસર જોવા મળી છે.  16 વર્ષના કિશોરને એક સપ્તાહમાં હાથ પગ અને મગજ કામ કરતા બંધ થઈ ગયા છે. કિશોરને પાલનપુરમાં સારવાર ન મળતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ગુલિયન બાર સિન્ડ્રોમની બીમારીની અસર
વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા

પાલનપુર અને વડગામના 2 કિશોર બાળકને ગુલિયન બારી સિન્ડ્રોમની બીમારીની અસર જોવા મળી છે. 16 વર્ષના બાળકને એક સપ્તાહમાં હાથ પગ અને મગજ કામ કરતા બંધ થઈ ગયા હતા. સ્થાનિક લેવલે સારવાર શકી નહીં હોવાથી બંને કિશોરને અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં રિફર કરવામાં આવ્યા છે.

ગુલિયન બારી સિન્ડ્રોમ એટ્લે શું ? 

આ ગુલિયન બારી સિન્ડ્રોમ જીબીએસ તરીકે પણ ઓળખાય છે.  મોટા ભાગે કોઈ પણ ઇન્ફૅક્શન પછી જીબીએસ થવાની શક્યતા વધી જાય છે. તેમાં ન્યુમોનિયા અથવા પેટમાં ચેપ સંબંધિત સમસ્યાઓ બાદ જીએસબી થઈ શકે છે.

ગુલિયન બારી સિન્ડ્રોમના લક્ષણો :

જીબીએસમાં શરૂઆતમાં અશક્તિ થાય છે. દર્દીને ચાલવામાં તકલીફ થાય છે. બાદમાં ધીરે ધીરે અશક્તિ વધે છે. અને હાથ કે પગમાં કે બંનેમાં લકવો મારી જાય છે. ખાવામાં તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ પણ તેનાં લક્ષણો હોઈ શકે છે.

દર્દીને તેમાં વૅન્ટિલેટરની જરૂર પડી શકે છે,  કેટલાક કિસ્સામાં જરૂર પડે છે. તેમાં મોત પણ ભાગ્યે જ થાય છે.

આઈ.વી.આઈ.જી.થી સારવાર કરવામાં આવે છે, જે અત્યંત મોંઘી હોય છે. સાથે જ ગુલિયન બારી સિન્ડ્રોમમાં ‘પ્લાઝમાફેરેસિસ’ની સારવાર પણ આપવામાં આવતી હોય છે.

ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકન ગુનિયા જેવા રોગમાં સાજા થયેલા દર્દીઓ હવે ગુલિયન બારી સિન્ડ્રોમમાં સહેલાઇથી શપડાઈ શકે છે.

ડાકોર/ જય માતાજી નૌકા વિહારની દાદાગીરી, તંત્ર દ્વારા નોટીસ છતાં ધંધો યથાવત