Not Set/ પાલીતાણાના પવિત્ર શેત્રુંજય ડુંગર પર એકાએક લાગી વિકરાળ આગ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

જૈન ધર્મના પાવન તીર્થ પવિત્ર પાલીતાણા ડુંગરની ભૂમિમાં આગ ફાટી નીકળી હતી.છ ગાઉની જાત્રા જ્યાં યોજાય છે ત્યાં બપોરના સમયે આ આગ ફાટી નીકળી હતી. મોડી રાત્રી સુધી આગ પર કાબુ મેળવી શકાયો નહોતો.ગઈકાલે એકાએક પાલીતાણાના

Top Stories Gujarat
palitana fire 4 પાલીતાણાના પવિત્ર શેત્રુંજય ડુંગર પર એકાએક લાગી વિકરાળ આગ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

જૈન ધર્મના પાવન તીર્થ પવિત્ર પાલીતાણા ડુંગરની ભૂમિમાં આગ ફાટી નીકળી હતી.છ ગાઉની જાત્રા જ્યાં યોજાય છે ત્યાં બપોરના સમયે આ આગ ફાટી નીકળી હતી. મોડી રાત્રી સુધી આગ પર કાબુ મેળવી શકાયો નહોતો.ગઈકાલે એકાએક પાલીતાણાના આદપુર ગામના ડુંગર પર આગ લાગી હતી.આદપુર અને કંજરડા ગામની વચ્ચે આવેલ ડુંગર પર લાગેલી આગ બની બેકાબુ બની હતી.  આદપુર ગામના ડુંગર પર બપોરના ૧૧ કલાક આજુબાજુ લાગેલી આગ પર તંત્ર હજુ કાબુ નથી મેળવી શક્યું નથી.આગ પવનના કારણે એટલી બધી પ્રસરી ગઇ કે આગને કાબુમા લેવુ હવે તંત્ર માટે મુશ્કેલ બની રહ્યું છે.

palitana fire 2 પાલીતાણાના પવિત્ર શેત્રુંજય ડુંગર પર એકાએક લાગી વિકરાળ આગ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

 

આ ઘટનાની જાણ થયા બાદ પ્રાંત અધિકારી, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી, પોલિસ સ્ટાફ, ફોરેસ્ટ વિભાગ હજુ પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહી અને આગ પર કાબુ મેળવવા માટે તજવીજ હાથ ધરી રહ્યા છે.આ આગ ડુંગર ઉપર લાગવાથી ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવા માટે તંત્રને ભારે મુશ્કેલી પડી રહી છે.મળતી માહિતી મુજબ રાત્રે 12 વાગ્યા આસપાસ આગ ૨ કિલોમીટર જેટલા વિસ્તારમાં પ્રસરી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ ડુંગર પર ચાલીને પણ માંડ જઈ શકાય તેવા વિસ્તારમાં આગ લાગી છે. ફાયર ફાયટરના ટેન્કર ત્યાં પહોંચી શકે તેમ નથી. જેથી હેલિકોપ્ટરની મદદ લેવાય તો જ આગ સમયસર કાબુમાં આવી શકે છે. હાલ અહીંના સ્થાનિક ખેડૂતો – ગ્રામજનો ચિંતામાં મુકાયા છે.

palitana fire 3 પાલીતાણાના પવિત્ર શેત્રુંજય ડુંગર પર એકાએક લાગી વિકરાળ આગ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

ખેતરો સુધી આગ ન પહોંચે તે માટે સ્થાનિકો પોતાની રીતે આગ બુજવવા પ્રયત્ન કરી રહ્યા છે.આ આગ એ વિકરાળ અને લાંબી છે. તેમજ ડુંગરોમાં પથરાયેલી હોવાની ઈતિહાસની પ્રથમ ઘટના હોવાનું અહીંના સ્થાનિકો દર્શાવી રહ્યા છે. વિકરાળ આગના સ્વરૂપને પાલીતાણા અમુક દૂરના વિસ્તારો સુધી જોઈ શકાય છે. મુખ્યમંત્રી રૂપાણી પણ જૈન ધર્મમાં માને છે ત્યારેઆ ઘટનાની જાણ થયા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ તંત્રને તપાસના આદેશ આપ્યા હતા.