પંચાયત પંચ/ પંચાયતનો તઘલખી નિર્ણય, છેડતીના આરોપીને ચટાવી થૂંક, ઉઠક બેઠક પણ કરાવી

બિહારના લખીસરાય જિલ્લાના બરહિયા પંથકમાં પંચાયતના તઘલખી ફરમાનનો મામલો સામે આવ્યો છે. મહિલાની છેડતીના આરોપમાં એક આધેડને પંચાયતની ભરી સભામાં થૂંક ચટાવી હતી. આધેડનો થૂંક ચાટવાનો વીડિયો ન માત્ર વાયરલ થયો છે

Top Stories India
પંચા

બિહારના લખીસરાય જિલ્લાના બરહિયા પંથકમાં પંચાયતના તઘલખી ફરમાનનો મામલો સામે આવ્યો છે. મહિલાની છેડતીના આરોપમાં એક આધેડને પંચાયતની ભરી સભામાં થૂંક ચટાવી હતી. આધેડનો થૂંક ચાટવાનો વીડિયો ન માત્ર વાયરલ થયો છે પરંતુ સમગ્ર પંથકમાં આ ઘટનાને લઈને ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં આધેડને લોકોની હાજરીમાં પાંચ ઉઠક-બેઠક પણ કરાવી હતી.

મળતી માહિતી મુજબ, બરહિયાના અજનીઘાટ પંચાયતના એક ગામમાં શુક્રવારે મોડી રાત્રે એક આધેડ બળજબરીથી એક મહિલાના ઘરમાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન આધેડે મહિલા સાથે દુષ્કર્મ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. મહિલાએ જ્યારે બુમાબુમ કરી તો આધેડ ત્યાંથી ભાગી નીકળ્યો હતો. જો કે, નાસતી વખતે, તે પોતાની લૂંગી અને ટોર્ચ લાઈટ ત્યાંજ છોડી ગયો હતો.

પીડિત મહિલાએ તેના પરિવારજનો સાથે ગામના લોકોને આ સમગ્ર ઘટનાની આપવીતી જણાવી હતી. ઘટનાની જાણ થતાં સવારે પંચાયત બેઠી અને તેમાં સરપંચ-પંચો જોડાયા હતા. આ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પંચાયત સભામાં પીડિત પક્ષે રાત્રીની ઘટનાનો ઉલ્લેખ કરીને આરોપીઓને સજા આપવના માટે વિનંતી કરી.

પંચાયતનો નિર્ણય

1. તમામ પંચો અને બંને પક્ષોના નિવેદનો સાંભળ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે, આરોપી વ્યક્તિને પાંચ વખત કાન પકડીને ઉઠક-બેઠક કરશે અને થૂંક ચાટશે.
2. આરોપી પક્ષે પીડિત પક્ષકારને દંડ તરીકે રૂ. 25051 ચૂકવવાના રહેશે અને આવી ઘટનાઓને આગળ વધારવાની નથી.

3. આજથી, આવી કોઈપણ ભૂલ કરનાર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સજા તરીકે દંડ પણ લેવામાં આવશે.