Not Set/ મારુતિએ પોતાની કારોની કિમતોમાં કર્યો વધારો, જાણો કેટલો કર્યો વધારો

નવી દિલ્હીઃ મારુતિ સુજુકી ઇન્ડિયા કંપનીએ પોતાના તમા મૉડલની કારોની કિમતમાં તાત્કાલિક પ્રભાવથી 8014 રૂપિયા સુધી વૃદ્ધિ કરી દીધી છે. કંપનીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, તેની ઘણી શ્રેણીની કારોની કિમતોમાં વધારો કરવામા આવી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં શોરૂમ પર આ ભાવ વધારો 1500 થી 8014 રૂપિયા સુધી કરવામાં આવ્યો છે. એક નિવેદન મુજબ કિમત […]

India Business
2 maruti to hike prices by up to rs 8014 with immediate effect મારુતિએ પોતાની કારોની કિમતોમાં કર્યો વધારો, જાણો કેટલો કર્યો વધારો

નવી દિલ્હીઃ મારુતિ સુજુકી ઇન્ડિયા કંપનીએ પોતાના તમા મૉડલની કારોની કિમતમાં તાત્કાલિક પ્રભાવથી 8014 રૂપિયા સુધી વૃદ્ધિ કરી દીધી છે. કંપનીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, તેની ઘણી શ્રેણીની કારોની કિમતોમાં વધારો કરવામા આવી રહ્યો છે.

રાજધાની દિલ્હીમાં શોરૂમ પર આ ભાવ વધારો 1500 થી 8014 રૂપિયા સુધી કરવામાં આવ્યો છે. એક નિવેદન મુજબ કિમત વધારવાનો નિર્ણય. કોમોડીટી, ટ્રાન્પોટેશન વહીવટી ખર્ચમાં થયેલા વધારાને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મારુતિ દેશમાં નાની કાર અને આલ્ટો-800થી પ્રીમિયમ ક્રૉસઓવર એસક્રૉસ મોડલ સુધી વેચાણ કરે છે. જેની દિલ્હીમાં એક્સ શોરૂમની કિમત 2.45 લાખ રૂપિયાથી 12.03 લાખ સુધી છે.

મારુતિએ ગયા વર્ષે ઓગસ્ટમાં એસયૂબી વિટારા બ્રેજાના ભાવમાં 20,000 રૂપિયા તથા બલેનોની કિમત 10,000 રૂપિયા વધાર્યા હતા. આ સિવાય અન્ય મોડલોની કિમતોમાં 1,500થી 8014 રૂપિયા સુધીની કિમતમાં વધારો થયો છે. મહિન્દ્ર તથા અન્ય કાર નિર્માતાઓએ વહીવટી ખર્ચની વાત કરતા જાન્યઆરીમાં કિમતમાં વધારો કર્યો હતો.