આઝાદીનો અમૃત મહોત્સવ/ હાલોલમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન : જૂઓ તિરંગાનાં નયનરમ્ય દ્રશ્ય

આ યાત્રામાં 200 ફૂટ લાંબો અને પ ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ લહેરાવી વિદ્યાર્થીઓએ યાત્રામાં ભવ્ય પ્રદર્શન કરવાં આવ્યું

Gujarat Others independence day Trending
આઝાદીનો અમૃત મહોત્સવ

હાલોલ નગરમાં આવેલ કલરવ સ્કૂલ ખાતેથી  આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે ભારતમાં આઝાદીના 75 વર્ષનીઉજવણી કરવામાં આવી જેનું પ્રસ્થાન  ધારાસભ્ય અને પૂર્વ મંત્રી  જયદ્રથસિંહ પરમાર, જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર અને શાળાના પૂર્વ વિદ્યાર્થી મયુરધ્વજસિંહજી પરમાર તથા હાલોલ નગર અને તાલુકાના ભાજપ ના સર્વે હોદેદારોના વરદ હસ્તે કરવામાં આવેલ  હતુ. આઝાદીનો અમૃત મહોત્સવ …….

આઝાદીનો અમૃત મહોત્સવ

આ યાત્રામાં 200 ફૂટ લાંબો અને પ ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ લહેરાવી વિદ્યાર્થીઓએ યાત્રામાં ભવ્ય પ્રદર્શન કરેલ અને રાષ્ટ્રભક્તિના ગીતો,સૂત્રો દ્વારા ગગન વેદી નારા લગાવી તિરંગા યાત્રા ની રેલી નીકળવામાં આવી હતી જ્યારે આ યાત્રામાં અબાલવૃદ્ધ સાથે મળીને 700 લોકો જોડાઇને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરેલ. 75 વીર  પાત્રો બનાવીને આઝાદીની લડત ચલાવનાર વીરોને યાદ કર્યા. આ વીર પાત્રોમાં મહાત્મા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, લાલા લજપતરાય, મંગલ પાંડે, ચંદ્રશેખર આઝાદ, સ્વામી વિવેકાનંદ, ઝાંસી કી રાની, લક્ષ્મીબાઈ, વિજયા લક્ષ્મી પંડિત અને મેડમ ભિખાઈજી કામા વગેરે વિદ્યાર્થી પાત્રો બનાવીને શોભાયાત્રાની શોભામાં વધારો કર્યો.

આઝાદીનો અમૃત મહોત્સવ

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં ૫ હેક્ટર વિસ્તારમાં ૭૩ હજારથી વધુ છોડવાઓથી તૈયાર થયેલા ‘વટેશ્વર વન’નું લોકાર્પણ