Not Set/ પંચમહાલઃ સલામત સવારી ST અમારીનું સૂત્ર જોખમાયું

પંચમહાલ, સલામત સવારી એસટી અમારીનું સૂત્ર સાવ ખાડે ગયું છે. કેમ કે એક એવો વિડીયો વાઇરલ થયો છે કે જે તમે જોઇને થોડીક ક્ષણો માટે ચોંકી ઉઠશો. પંચમહાલનો આ વિડીયો છે. જ્યાં એસટી બસની પાછળ એક મુસાફર લબડીને મુસાફરી કરી રહ્યો છે. જીવના જોખમની આ મુસાફરી કરતો મુસાફર કેમ એસટી બસચાલક તેમજ કંડકટરને ન દેખાયો. […]

Top Stories Gujarat Others Videos
mantavya 205 પંચમહાલઃ સલામત સવારી ST અમારીનું સૂત્ર જોખમાયું

પંચમહાલ,

સલામત સવારી એસટી અમારીનું સૂત્ર સાવ ખાડે ગયું છે. કેમ કે એક એવો વિડીયો વાઇરલ થયો છે કે જે તમે જોઇને થોડીક ક્ષણો માટે ચોંકી ઉઠશો. પંચમહાલનો આ વિડીયો છે. જ્યાં એસટી બસની પાછળ એક મુસાફર લબડીને મુસાફરી કરી રહ્યો છે.

જીવના જોખમની આ મુસાફરી કરતો મુસાફર કેમ એસટી બસચાલક તેમજ કંડકટરને ન દેખાયો. શું આ ઘટનામાં બસચાલક અને કંડકટરે આંખ આડા કાન કર્યા છે. જો આંખ આડા કાન કર્યા હોય તો આ બન્ને સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ તેવી લોકની માંગ ઉઠવા પામી છે.

જ્યારે આ બસ જાંબુઘોડા ગામમાં પ્રવેશી તે દરમિયાન કોઇએ આ વિડિયો ઉત્તારીને વાઇરલ કર્યો.જ્યારે એક કાર ચાલકે આ મુસાફરને જીવના જોખમે મુસાફરી કરતો જોયો કે તરત્તજ કારચાલકે સમયસૂચકતા વાપરી. જેથી અકસ્માત ટળ્યો.

ત્યારે હવે આ મામલે એસટીનું તંત્ર જવાબદાર સામે  શું પગલા ભરેશે તે જોવાનું રહેશે. તો વળી એવા પણ સવાલ ઉભા થાય છે કે બસ સ્ટેન્ડ પર બસચાલકે બસ ન ઉભી રાખી.એટલા માટે મુસાફરને જીવના જોખમે મુસાફરી કરવી પડી કે પછી અન્ય જ કોઇ કારણ છે.