કેશોદ/ કેવદ્વા ગામે એક જ રાત્રે બે વાછરડીનું મારણ કરતો દીપડો

ઘણા લોકોએ પણ અમે દીપડાને જોયો છે તેવું કહેવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડા ને પકડવા માટે પીંજરુ મુકવામાં આવ્યું છે.

Gujarat Others
કેવદ્વા ગામે એક જ રાત્રે બે વાછરડીનું મારણ કરતો દીપડો

કેશોદ તાલુકાનાકેશોદ તાલુકાના કેવદ્વા ગામે રાત્રીના સમયે બે વાછરડીનું દીપડાએ મારણ કર્યું હતું. કેવદ્રા ગામે એકલેરા રોડ થી નજીક ભવાની મંદિર ની પાછળ આવેલ વાડામાંથી અલગ અલગ જગ્યાની દુરી પર બે વાછરડીના મારણની ઘટના સામે આવતા ગામલોકો દ્વારા તુરંત વનવિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે વનવિભાગે ઘટનાસ્થળે પહોંચી તમામ પ્રકારની તપાસ હાથ ધરી આખરે દીપડા દ્વારા વાછરડીનું મારણ થયું છે તેવું જણાવવામાં આવ્યું હતું.

આ વિસ્તારના ઘણા લોકોએ પણ અમે દીપડાને જોયો છે તેવું કહેવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડા ને પકડવા માટે પીંજરુ મુકવામાં આવ્યું છે. એકલેરા રોડથી નીચે ઉતરતા દીપડાના સગળ પણ જોવા મળ્યા હતા. વનવિભાગ દ્વારા ઘટના સ્થળે ઉપસ્થિત તમામ આ વિસ્તારના લોકોને જણાવવામાં આવ્યું હતું કે દીપડાને પકડવા માટે ગામલોકોનો હિસ્સો મહત્વનો છે.

કેવદ્વા ગામે એક જ રાત્રે બે વાછરડીનું મારણ કરતો દીપડો

જ્યાં પાંજરૂ મૂકવામાં આવ્યુ છે તે વિસ્તારમાં રાત્રે લાઇટ ન કરવી અને અવાજ અને હાલચાલ બંધ રાખવા જણાવ્યું હતું. તેમજ દરેક પશુપાલકોને પોતાના પશુઓને સુરક્ષિત રાખવા ખુલ્લી જગ્યામાં ન બાંધવા જણાવ્યું હતું.

કેવદ્રા ભવાની મંદિર ની પાછળ આવેલ જગ્યામાં રાત્રિના સમયે હિરેનભાઈ કાનાભાઈ ચાવડા અને વીરાભાઈ ની વાછરડીઓ રોજની જગ્યાએ પોતાના વાડામાં બાંધી હતી. ત્યારે રાત્રીના અચાનક દીપડાએ આવી તેનું મારણ કર્યું હતું. દીપડાને પકડવા માટેની તમામ કામગીરી હાલ વનવિભાગના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને આ વિસ્તારમાં ગામની અંદર ખુલ્લામાં બંધાયેલ રહેતા પશુપાલકો માં દીપડા ને લઇ ગામમાં ભયનો માહોલ ફેલાયો જોવા મળી રહ્યો છે.

ગુજરાત / ગ્રામપંચાયત સમરસ બનાવવા કવાયત, શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવવાનો વ્યૂહ

Gujarat / સિંહે પાલતુ પશુનું મારણ કર્યું તો આધેડ વ્યક્તિ પર દિપડાએ કર્યો હિસંક હુમલો

હિન્દુ ધર્મ / નવગ્રહ શાંતિના ખૂબ જ સરળ ઉપાય, જીવનમાં સુખ માટે અવશ્ય અજમાવો

ફરી કુદરતના ખોળે / સોહામણું શ્યામશિર ટપુશીયુ સુગરીના વપરાઈ ગયેલા માળામાં પોતાના ઈંડા મૂકે છે….

હિન્દુ ધર્મ / મૃત શરીરને અગ્નિ દાહ આપીએ છીએ, અને બીજી બાજુ  મૃત પ્રાણી શરીરને રસોડે લઈ જઈ આરોગીએ છીએ, જાણો શું કહે છે શાસ્ત્રો..?

હિન્દુ ધર્મ / આ નાનકડા ઉપાયથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે સાથે રોગનું જોખમ પણ ઘટે છે, આવો જાણીએ