Not Set/ આ છે પેપરલેસ ગામ… અહીં દરેક સમસ્યાનું સમાધાન ડિજિટલી રીતે થાય છે

લખનઉના મલીહાબાદ તાલુકાનું લતીફપુર હવે પેપરલેસ ગામ બની ગયું છે. સાથે સાથે ડિજિટલ પણ થઈ ગયું છે. અહીં અનાજ વિતરણ અને પેન્શનથી લઈને ફરિયાદ સુધીની તમામ કામગીરી પેપરલેસ રીતે કરવામાં આવે છે. લતીફપુર ગામે તેની એપ્લિકેશન બનાવી છે, ટૂંક સમયમાં પ્લે સ્ટોર પર મિશન -100 શરૂ કરશે, દરેક વ્યક્તિ વિશેની 100 માહિતી હશે. દશેરી કેરી […]

India
latif pur આ છે પેપરલેસ ગામ... અહીં દરેક સમસ્યાનું સમાધાન ડિજિટલી રીતે થાય છે

લખનઉના મલીહાબાદ તાલુકાનું લતીફપુર હવે પેપરલેસ ગામ બની ગયું છે. સાથે સાથે ડિજિટલ પણ થઈ ગયું છે. અહીં અનાજ વિતરણ અને પેન્શનથી લઈને ફરિયાદ સુધીની તમામ કામગીરી પેપરલેસ રીતે કરવામાં આવે છે.

લતીફપુર ગામે તેની એપ્લિકેશન બનાવી છે, ટૂંક સમયમાં પ્લે સ્ટોર પર મિશન -100 શરૂ કરશે, દરેક વ્યક્તિ વિશેની 100 માહિતી હશે. દશેરી કેરી માટે પ્રખ્યાત લખનઉનાં મલીહાબાદ તાલુકાનું લતીફપુર હવે પેપરલેસ સાથે ડિજિટલ થઈ ગયો છે. આ ગામ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ડિજિટલ ભારતનાં સપનાને વાસ્તવિકતામાં ફેરવી રહ્યું છે. અહીં અનાજ વિતરણ અને પેન્શનથી લઈને ફરિયાદ સુધીની તમામ કામગીરી પેપરલેસ રીતે કરવામાં આવે છે.

જેવા તમે  લતીફપુર ગામમાં પ્રવેશ કરશો, તમને  ઘરોની છત પર વાઇફાઇ રાઉટર સ્થાપિત જોશો. આ ગામ સંપૂર્ણપણે વાઇફાઇથી સજ્જ છે. વાઇફાઇ સાથે, બાળકો ગૂગલ અને યુટ્યુબ દ્વારા તેમના અભ્યાસની સમસ્યાઓ હલ કરે છે. બાળકોની સાથે ગામની મહિલાઓ પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

આખા ગામના લગભગ દરેક મકાનોમાં હાઈમાસ સોલર સ્ટ્રીટ લાઇટ હોય છે, જેના કારણે ગ્રામજનો ઓછા  પ્રકાશમાં રહેતાં નથી અને ત્યાં ભણતા બાળકોને પરીક્ષામાં લાઈટ ઉપર ભરોસો રાખવો પડતો નથી. ગામમાં બે મોટા સૌર જનરેટર પણ છે, જેનો ઉપયોગ લગ્ન, જન્મદિવસ અને જાગરણ વગેરે જેવા કોઈ પણ ખાસ પ્રસંગે થાય છે.

લતીફપુર ગ્રામ પંચાયતમાં શુદ્ધ પાણી માટે આર.ઓ. મશીન પણ લગાવવામાં આવ્યું છે, જે ગામલોકોએ આર.ઓ.નું પાણી પીવું હોય તે તેનો ઉપયોગ કરે છે. ગામની પંચાયત લતીફપુરના સલાહકાર અખિલેશસિંઘ કહે છે કે દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે, મારું સપનું છે કે હું મારા ગામ લતીફપૂરને હસતું રમતું ડિજિટલ વિલેજ બનાવું.

આ પણ વાંચો :મંદિરનાં ખોદકામ દરમિયાન ભગવાનનો ચમત્કાર..!! મળી આવ્યું લાખોનું સોનું

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.