Not Set/ આર.પી વસાણી સ્કુલમાં ફી વધારાથી વાલીઓ રોષે ભરાયા, સ્કુલે કરી રીઝલ્ટની અટકાયત

અમદાવાદ, અમદાવાદ ખાતે નવા નરોડા સ્થિત આર.પી વસાણી ઈન્ટરનેશનલ  સ્કુલમાં સંસ્થા દ્વારા ફી માળખામાં વધારો કરવાનો મામલો બહાર આવ્યો છે. આપને જણાવી દઈએ કે આર.પી વસાણી એક ખાનગી સંસ્થા છે. સંસ્થા દ્વારા પ્રી-પ્રાયમરી ધોરણનાં ફી માળખામાં વધારો કરવામાં આવ્યો હતો. પરિણામે વાલીઓએ હજુ સુધી વિદ્યાર્થીઓની સ્કુલ ફી ભરી નહોતી. વાલીઓના વલણ પર પગલા લેતા સંસ્થાએ […]

Top Stories
download 4 આર.પી વસાણી સ્કુલમાં ફી વધારાથી વાલીઓ રોષે ભરાયા, સ્કુલે કરી રીઝલ્ટની અટકાયત

અમદાવાદ,

અમદાવાદ ખાતે નવા નરોડા સ્થિત આર.પી વસાણી ઈન્ટરનેશનલ  સ્કુલમાં સંસ્થા દ્વારા ફી માળખામાં વધારો કરવાનો મામલો બહાર આવ્યો છે.

આપને જણાવી દઈએ કે આર.પી વસાણી એક ખાનગી સંસ્થા છે. સંસ્થા દ્વારા પ્રી-પ્રાયમરી ધોરણનાં ફી માળખામાં વધારો કરવામાં આવ્યો હતો. પરિણામે વાલીઓએ હજુ સુધી વિદ્યાર્થીઓની સ્કુલ ફી ભરી નહોતી. વાલીઓના વલણ પર પગલા લેતા સંસ્થાએ નક્કી કર્યું હતું કે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા જો ફી ભરવામાં નહિ આવે તો વિદ્યાર્થીઓના રીઝલ્ટની અટકાયત કરવામાં આવશે. વધુમાં સ્કુલે ફી નહિ ભરવા પર વિદ્યાર્થીઓનાં પ્રવેશ બંધ કરી તેમને LC આપી દેવાનો નિર્ણય લીધો હતો જેથી વિદ્યાથીઓ પહેલા ધોરણમાં પ્રવેશ ન મેળવી શકે. આ ઘટનાથી વાલીઓ રોષે ભરાયા હતા અને આ મામલાને જિલ્લા શિક્ષણ કચેરી સુધી રજુ કરવાનો નિર્ણય લીધો હતો.

મિડીયાથી બચવા તથા સ્કુલમાં કોઈ વાલીઓ સ્કુલમાં હોબાળો ન આદરે આથી સ્કૂલનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. જેથી રોષે ભરાયેલા વળી આ મામલાને લઈને વિધાનસભા પહોંચ્યા હતા.