ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ચાલી રહેલી વિજળી સંકટ પર બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોલસા મંત્રી, ઉર્જા મંત્રી અને રેલ્વે મંત્રી પણ હાજર છે. આ બેઠક ગૃહમંત્રીના ઘરે થઈ રહી છે. હકીકતમાં, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓના નિવેદન હતા કે આ રાજ્યોમાં કોલસો નથી મળી રહ્યો, જેના કારણે વીજળી સંકટ ઉભું થઈ રહ્યું છે. તેને જોતા ગૃહમંત્રીએ આ બેઠક બોલાવી છે.
આ બેઠકમાં કોલસાના પરિવહનને લઈને વાતચીત થઈ રહી છે. બેઠકમાં કોલસાના પુરવઠામાં વિક્ષેપ ન પડે તે અંગે વિચાર-મંથન થશે. જેથી કરીને તમામ રાજ્યોમાં કોલસાની સપ્લાય યોગ્ય રીતે થઈ શકે અને વીજળી સંકટને રોકી શકાય.
હકીકતમાં, દેશમાં આ સમયે સામાન્ય લોકો પર બેવડી મુશ્કેલી છે. મોટાભાગના રાજ્યોમાં જ્યાં ગરમી આકરી પડી રહી છે. સાથે જ વિજળીની અછતની સમસ્યા પણ સામે આવી છે. ઘણા રાજ્યોમાં લોડ શેડિંગના કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો છે. આ સ્થિતિ માટે બે કારણો છે. એક તો પાવર હાઉસમાં કોલસાના જથ્થામાં ઘટાડો અને બીજું, વધતી ગરમીને કારણે વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.
પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ એટલે કે POSOCO, જે દેશમાં વીજળીની સ્થિતિ પર નજર રાખે છે, તે સરકારી સંસ્થાની વેબસાઇટ જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે વીજળીની માંગ કયા રેકોર્ડ સ્તરે પહોંચી છે.
આ પણ વાંચો: સંતરામપુરની સરકારી શાળામાં પોપડા પડ્યા : 4 વિદ્યાર્થીને ઈજા