Not Set/ પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજ્યપાલને આવેદનપત્ર આપી સરકાર પર ઉઠાવાયા સવાલો

  કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર આપ્યા બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કર્યા હતા. ત્યારે પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ કે સરકારની તિજોરીમાંથી મગફળીનું કૌભાંડ થયું છે તેની તપાસ સીટીંગ જજની નિમણુંકથી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર જેવા પ્રદેશોમાં અનિયમિત વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. સરકાર ખેડૂતો […]

Top Stories Gujarat Politics
671066 pareshdhanani amitchavda 041218 પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજ્યપાલને આવેદનપત્ર આપી સરકાર પર ઉઠાવાયા સવાલો

 

કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર આપ્યા બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કર્યા હતા. ત્યારે પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ કે સરકારની તિજોરીમાંથી મગફળીનું કૌભાંડ થયું છે તેની તપાસ સીટીંગ જજની નિમણુંકથી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર જેવા પ્રદેશોમાં અનિયમિત વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. સરકાર ખેડૂતો પ્રત્યે ઉદાસીન છે, તેમજ હાર્દિક પટેલ મુદ્દે જણાવ્યું હતું કે બંધારણ બંધારણને કોરાણે મૂકી સરકાર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી રહેલા હાર્દિકને પોતાનો હક માંગતા રોકે છે. અનામતએ અઢારે વર્ણના લોકોનો હક છે. આગામી દિવસોમાં કોંગ્રેસ ખેડૂતોને લઇ રસ્તા પર ઉતરી સરકારની નિષ્ફળતા લોકોમાં ઉજાગર કરશે તેમ પણ જણાવ્યું હતું.

કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યા બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે,

સરકારની તિજોરીમાંથી મગફળીનું કૌભાંડ થયું છે. તેની તપાસ સીટીંગ જજની નિમણુંકથી કરવામાં આવે. સૌરાષ્ટ્ર જેવા પ્રદેશોમાં અનિયમિત વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે, સરકાર ખેડૂતો પ્રત્યે ઉદાસીન છે.”

જ્યારે વધુમાં પરેશ ધાનાણીએ હાર્દિક પટેલ મુદ્દે જણાવ્યું હતું કે,

“બંધારણને કોરાણે મૂકી સરકાર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી રહેલા હાર્દિકને પોતાનો હક માંગતા રોકે છે. અનામત એ અઢારે વર્ણના લોકોનો હક છે.”

અહીં સરકારની નિષ્ફળતા ઉજાગર થઈ રહી છે. ઉપરાંત જેતપુરમાં ભાજપના મંત્રી જયેશ રાદડિયાએ બેન્કમાં કરેલી બબાલ મુદ્દે કહ્યું હતું કે, લોકોના રોષનો ભોગ બનવું ના પડે તે માટે રાજ્યના કેબિનેટ મંત્રી એ બેંકના અધિકારીઓ પર દાદાગીરી કરવી પડે એ શરમજનક છે અને જો ખેડૂતોના દેવા માફ નહીં કરે તો ખેડૂતો સરકારને ફેંકી દેશે.

સરકારની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારનો નકાબ ચિરાયો છે. આગામી દિવસોમાં કોંગ્રેસ ખેડૂતોને લઇ રસ્તા પર ઉતરી સરકારની નિષ્ફળતા લોકોમાં ઉજાગર કરશે તેમ પણ જણાવ્યું હતું.