Not Set/ મોરારી બાપુના વિવાદિત નિવેદન પર પરેશ ધાનાણીનો ટ્વીટર દ્વારા કટાક્ષ 

  રાજકોટના વિરપુર ખાતે ચાલી રહેલી કથામાં મોરારીબાપુએ ગૃહ મંત્રી અમિત શાહના વખાણ કરી કહ્યું હતુકે, ઇસ રાજ કો ક્યાં જાને..370 યે લોગ ક્યાં જાને. અમિત શાહના અમુક નિર્ણયોમાં મને સરદાર પટેલની દ્રઢતાના દર્શન થાય છે. સરદારની યાદ અમિતભાઇ અપાવે છે. મોરારીબાપુએ કથામાં આપેલા આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. મોરારીબાપુએ ફરી આપ્યું વિવાદિત નિવેદન / […]

Top Stories Gujarat Others
અમીરગઢ 7 મોરારી બાપુના વિવાદિત નિવેદન પર પરેશ ધાનાણીનો ટ્વીટર દ્વારા કટાક્ષ 

 

રાજકોટના વિરપુર ખાતે ચાલી રહેલી કથામાં મોરારીબાપુએ ગૃહ મંત્રી અમિત શાહના વખાણ કરી કહ્યું હતુકે, ઇસ રાજ કો ક્યાં જાને..370 યે લોગ ક્યાં જાને. અમિત શાહના અમુક નિર્ણયોમાં મને સરદાર પટેલની દ્રઢતાના દર્શન થાય છે. સરદારની યાદ અમિતભાઇ અપાવે છે. મોરારીબાપુએ કથામાં આપેલા આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે.

મોરારીબાપુએ ફરી આપ્યું વિવાદિત નિવેદન / અમિત શાહની તુલના સરદાર પટેલ સાથે કરી

એક તરફ કથાકાર મોરારી બાપુએ અમિત શાહની પ્રશંસા કરતા તેમની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરી. તો બીજી તરફ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ મુદ્દે આડકતરું નિશાન તાકતા એક ટ્વીટ કર્યું. આ ટ્વીટમાં પરેશ ધાનાણીએ રાવણ અને વાનર શબ્દનો ઉલ્લેખ કરી કટાક્ષ કર્યો છે. તેમને લખ્યું છે કે,

‘રાવણ’ પણ શીવભક્ત, શૂરવીર અને ખૂબ
વિદ્વાન હતો, પરંતુ એના કાળા કરતૂતો થી
“કલંકિત રાજ” ને મુક્તિ અપાવવા માટે જ
રામાયણ રચાઈ હતી..,

‘રાવણ’ના પાત્રને નમ્ર પણે ન્યાય આપવાના
પ્રયાસમા ક્યાંક ‘વાનર’ અને ‘ખિસકોલી’ના
યોગદાનની ઉપેક્ષા ન થાય ઈ ‘રામ રાજ્ય’.!

પણ સવાલ એ છે કે ધાનાણીએ રાવણ અને વાનરની તુલના કોની સાથે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.