Not Set/ પરિમલ નથવાણીએ સિંહ અંગેની ડોક્યુમેન્ટરી સોશિયલ મીડિયા પર શેર કરી

પરિમલ નથવાણી અવાર નવાર સારી પોસ્ટ શેર કરતાં હોય છે ફરી એકવાર તેમણે ગીરના સિંહની સુંદર ડોક્યુમેન્ટરી સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Top Stories
parimal nathwani પરિમલ નથવાણીએ સિંહ અંગેની ડોક્યુમેન્ટરી સોશિયલ મીડિયા પર શેર કરી

રિલાયન્સ કોર્પોરેટના ડાયરેકટર પરિમલ નથવાણીનો પ્રાણી પ્રત્યેનો પ્રેમ બધા જાણે છે પરતું સિંહ પ્રત્યે તેમનો પ્રેમ સવિશેષ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર સક્રીય રહેનાર પરિમલ નથવાણી અવાર નવાર સારા ટ્વિટ કરતાં હોય છે ફરી એકવાર તેમણે ગીરના સિંહની સુંદર ડોક્યુમેન્ટરી સોશિયલ મીડિયા પર શેર કરી છે.

પરિમલ નથવાણી છેલ્લા 35 વર્ષથી ગીરની મુલાકાત લઇ રહ્યા છે. તેમમે આ ડોક્યુમેન્ટરી ત્રણ દાયકાનાં અનુભવના આધારે શેર કરી છે. આ ડોક્યુમેન્ટરી ટ્વિટર પર શેર કરી છે. હાલ સોશિયલ મીડિયા પર આ ડોક્યુમેન્ટરી ટ્રેન્ડ કરી રહી છે.સિંહ અંગેની આ ડોક્યુમેન્ટરી લોકોને પસંદ પડી રહી છે. આ ડોક્યુમેન્ટરીમાં સિંહ અંગે તેમનો પ્રેમ પણ જોવા મળી રહ્યો છે. પરિમલ નથવાણી રાજ્યસભાના સાંસદ છે.

ગીર જંગલોની મુલાકાતે પરિમણ નથવાણી અવાર નવાર જતાં હોય છે, તેમના પ્રેમના લીધે આ ડોક્યુમેટરી બની છે આને તેને આજે તેમણે ટ્વિટર પર શેર કરી છે.