Parliament Monsoon Session/ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં આમને-સામને હશે PM મોદી-રાહુલ ગાંધી, જાણો કઈ પાર્ટીને મળ્યો ચર્ચા માટે કેટલો સમય?

8મી ઓગસ્ટથી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. તેમાં હવે રાહુલ ગાંધીનો સમાવેશ થશે કારણ કે તેમની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. બીજી તરફ ભાજપ પોતાના સાંસદો સાથે મોટી બેઠક યોજીને આગળની રણનીતિ તૈયાર કરશે.

Top Stories India
Untitled 72 6 અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં આમને-સામને હશે PM મોદી-રાહુલ ગાંધી, જાણો કઈ પાર્ટીને મળ્યો ચર્ચા માટે કેટલો સમય?

8 ઓગસ્ટ 2023થી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધી વિપક્ષ તરફથી ચર્ચા શરૂ કરી શકે છે. આ સાથે જ ભાજપે તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ પણ જારી કર્યો છે. કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા 8, 9 અને 10 ઓગસ્ટ સુધી ચાલશે. પીએમ મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે.

 અવિશ્વાસ પ્રસ્તાવ પર 12 કલાક સુધી ચર્ચા થઈ શકે છે

હાલમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે 12 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીને 6 કલાક 41 મિનિટ જ્યારે કોંગ્રેસ પાર્ટીને ચર્ચા માટે 1 કલાક 15 મિનિટ આપવામાં આવી છે. આ સિવાય YSRCP, શિવસેના, જનતા દળ યુનાઈટેડ, BJP, BSP, BRS, LJPએ મળીને 2 કલાકનો સમય નક્કી કર્યો છે. આ સિવાય અન્ય નાની પાર્ટીઓ માટે ચર્ચાનો સમય 1 કલાક અને 10 મિનિટ નક્કી કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ તરફથી પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી શકે છે.

પીએમ મોદીની અધ્યક્ષતામાં બીજેપી સાંસદોની બેઠક

અવિશ્વાસ પ્રસ્તાવને લઈને 8 ઓગસ્ટ, 2023ના રોજ સવારે 9.30 વાગ્યે બીજેપી સાંસદોની એક મોટી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ભાજપ હાઈકમાન્ડ પોતાના સાંસદોને નિર્દેશ આપી શકે છે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદી પોતાના સાંસદોને કેટલીક નવી દલીલો અને શબ્દો આપી શકે છે, જેથી તેઓ વિપક્ષના હુમલાઓનો સચોટ જવાબ આપી શકે. અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ભાજપના 1 ડઝનથી વધુ સાંસદો અને મંત્રીઓ તેમના વિચારો રજૂ કરવાના છે. તમામ સાંસદોને 8 થી 10 ઓગસ્ટ સુધી ચર્ચામાં ભાગ લેવા માટે વ્હીપ જારી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:લોકસભામાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, રાહુલ ગાંધી લેશે ભાગ

આ પણ વાંચો:ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની છે સરકાર? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં જણાવ્યું સત્ય

આ પણ વાંચો: દિલ્હી સર્વિસ બિલ પર રાઘવ ચઢ્ઢાએ કર્યો વળતો પ્રહાર, નહેરુવાદી બનવાને બદલે અડવાણીવાદી…

આ પણ વાંચો: સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત થતાં જ સક્રિય થયા રાહુલ ગાંધી, આવતીકાલે લોકસભામાં બોલશે, આ હશે મુદ્દો