Not Set/ સંસદનાં શિયાળુસત્રનો બીજો દિવસ – આ તમામ મુદ્દા પર થઇ ચર્ચા, જાણો શું છે મુદ્દા

શિયાળુસત્ર : વાદ, વિવાદ અને સંવાદ સંસદના શિયાળુસત્રના બીજા દિવસ કૃષિ ક્ષેત્રના વિકાસ પર ભાર મૂકવા આહવાન JNU અને કાશ્મીર મુદ્દે ભારે હોબાળો ખેડૂતોની આવક વધારવા માગ SPG સુરક્ષા મુદ્દે ગાંધી પરિવારની વ્હારે કોંગ્રેસ વાયુ પ્રદુષણ અને જળવાયુ પરિવર્તન પર થઈ ચર્ચા ઝારખંડમાં નક્શલવાદ સામે NIAની ઓફિસ ખોલવાની માંગ સંસદનાં શિયાળુ સત્રના મંગળવારે બીજા દિવસે […]

Top Stories India
sansad સંસદનાં શિયાળુસત્રનો બીજો દિવસ - આ તમામ મુદ્દા પર થઇ ચર્ચા, જાણો શું છે મુદ્દા
  • શિયાળુસત્ર : વાદ, વિવાદ અને સંવાદ
  • સંસદના શિયાળુસત્રના બીજા દિવસ
  • કૃષિ ક્ષેત્રના વિકાસ પર ભાર મૂકવા આહવાન
  • JNU અને કાશ્મીર મુદ્દે ભારે હોબાળો
  • ખેડૂતોની આવક વધારવા માગ
  • SPG સુરક્ષા મુદ્દે ગાંધી પરિવારની વ્હારે કોંગ્રેસ
  • વાયુ પ્રદુષણ અને જળવાયુ પરિવર્તન પર થઈ ચર્ચા
  • ઝારખંડમાં નક્શલવાદ સામે NIAની ઓફિસ ખોલવાની માંગ

સંસદનાં શિયાળુ સત્રના મંગળવારે બીજા દિવસે સંસદમાં દિલ્હીના પ્રદુષણ ,ખેડૂતોની આવક, કાશ્મીરમાં નેતાઓની ધરપકડ અને JNUના મુદ્દે હોબાળો થયો હતો.આ તમામ મુદ્દાઓને લઈ વિપક્ષે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. શિયાળુ સત્રના બીજા દિવસની આ તમામ મુદ્દા રહ્યા મહત્મ ચર્ચામાં….

સંસદના શિયાળુ સત્રના બીજા દિવસના રાજ્યસભાની કાર્યવાહીની શરૂઆત જેએનયુ અને કાશ્મીરના મુદ્દા પર ભારે હોબાળા વચ્ચે કરવામાં આવી હતી. તમામ વિપક્ષે ખેડુતોનો મુદ્દો જેએનયુ અને જમ્મુકાશ્મીરના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી હતી. વિપક્ષે ખેડૂતોની આવક અંગે લોકસભામાં તાનાશાહી બંધ કરોના નારા લગાવ્યા હતા. લોકસભામાં કોંગ્રેસ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની એસપીજી સુરક્ષા પરત ખેંચવા પર વિરોધ દર્શાવ્યો હતો.ગાંધી પરિવાર પાસેથી એસપીજી સુરક્ષા પાછા ખેંચવાના વિરોધમાં કોંગ્રેસ સભ્યોએ લોકસભામાં હોબાળો કરી વેલમો ધસી આવ્યા હતા. ત્યારબાદ ડીએનકેના સભ્યો પણ કોંગ્રેસના સમર્થનમાં હોટવાળો અને નારેબાજી કરીને વેલમાં ધસી આવ્યા કોંગ્રેસના અને ડીએનકે સભ્યોએ ‘બદલાવી રાજનિતિ બંધ કરો’ એસપીજીની સાથે રાજનિતિ કરવાનું બંધ કરો અને અમને ન્યાય આપોના નારા લગાવ્યા.

આ ઉપરાંત દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ફી વધારાનો મુદ્દો હવે રાજયસભામાં ગુંજયો હતો. રાજયસભાની કાર્યવાહી શરૂ થતાં વામ, કોંગ્રેસ અને અન્ય દળોનાં સાંસદોએ જેએનયુમાં ફી વધારાનો મુદ્દો ઉઠાવ્યો. બીએસપીના સાંસદ કુવર દનિશ અલીએ કાર્ય સ્થગન પ્રસ્તાવ આપી જેએનયુ મામલે ચર્ચાની માંગણી કરી હતી.

કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ પ્રદુષણનો મુદ્દો ઉઠાવ્યા હતા. જેમણે કહ્યુ હતુ કે દેશની રાજધાની દિલ્હી છે. કેન્દ્ર સરકાર પણ દિલ્હીમાં છે. રાજ્ય સરકાર પણ દિલ્હીમાં છે. છતા દર વર્ષે દિલ્હીની હાલત એટલી ખરાબ હોય છે.

શિયાળુ સત્રના બીજા દિવસે સંસદમાં ખેડૂતોની આવક, કાશ્મીરમાં નેતાઓની ધરપકડ અને જેએનયુ હોબાળો થયો હતો. ત્યારબાદ રાજયસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી. ત્યાર બાદ લોકસભામાં વાયુ પ્રદુષણ, કલાઈમેટ ચેન્જ અને ચિટફંડ સંશોધન બિલ પર પણ ચર્ચા થઈ હતી.

સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે પ્રદુષણ કૃષિ ક્ષેત્ર અને ગાંધી પરિવારની એસપીજીજ સુરક્ષાની સાથે આતંકવાદ અને નક્શલવાદનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ઝારખંડમાં થતા નક્શલવાદના હુમલા અંગે ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાન્ત દુબેએ કહ્યું હતુ કે, મારો વિસ્તાર સાઈબર ક્રાઈમનું પાટનગર બની ગયો છે. હું તમને અપીલ કરું છું કે, જે પાર્ટી આતંકવાદ અને નક્સલવાદને પ્રોત્સાહન આપી રહી છે તેની પર સરકાર શ્વેત પત્ર લાવે અને જણાવે કે તેઓ કોણ છે. હું ઈચ્છું છું કે ઝારખંડમાં સાઈબર ક્રાઈમને અટકાવવા માટે NIAની એક ઓફિસ ખોલવામાં આવે.આ સાથે તેમણે સરકાર નક્શલવાદને નાબુદ કરવા શુ યોજનાઓ બનાવી છે..તે વિશે સવાલો પુછ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.