Not Set/ જે પક્ષ વિરોધ પક્ષમાં બેસે છે તેની નિયત જ બની જાય છે કે, સંસદની કાર્યવાહી ખોરવી વિરોધ કરવો

સંસદની બેઠકને આયોજિત કરવા પાછળ દર કલાકે લગભગ દોઢ કરોડ ખર્ચ થાય છે. જે જનતાના જ કોઈપણ પ્રકારે વસુલવામાં આવતા ટેક્સના જ નાણાં હોય છે.

India Trending
સંસદ ભવન

જ્યાં દેશને લગતા સર્વોત્તમ ફેંસલા, નિર્ણયો અને કાયદા ઘડાય છે તે સંસદ ભવન એટલે દેશની શાન-બાન અને ગરિમા છે. અહીં દેશની સર્વોચ્ચ નેતાગીરી તેમની વાત, તેમનો મત અને તેમનું સમર્થન આપી દેશને લગતા કાયદા ઘડે છે. તેમછતાં પાછલા કેટલાક સમયથી દેશના નાક સમું આ સંસદ ભવન તાયફાઘર બની ચૂક્યું છે. અહીં તોડ-ફોડ, કિકિયારીઓ અને સુત્રોચાર કરી બાકાયદા તેની ઈજ્જતની ધજ્જીયા ઉડાવવવામાં આવે છે. અને શરમજનક બાબત તે છે કે, આ વર્તન સાંસદોની તહેજીબ બની ચૂક્યું છે. તેમને તેમાં તેમના પક્ષની જીત જણાય છે. વધારે નહીં તો પણ કાંઈક કર્યાની તૃપ્તિ તેમને મળે છે. બાકી, સદનમાં કોઈપણ મુદ્દે સ્વસ્થ ચર્ચા ચાલે તે ઇચ્છનીય છે અને આમ જ હોવું ખપે.

rina brahmbhatt1 જે પક્ષ વિરોધ પક્ષમાં બેસે છે તેની નિયત જ બની જાય છે કે, સંસદની કાર્યવાહી ખોરવી વિરોધ કરવો

કેમ કે, લોકતંત્રમાં સંસદ સર્વોચ્ચ પંચાયત છે. અહીં લોકહિતને લગતા ફેંસલા લઇ કાયદાનું સ્વરૂપ અપાય છે. તેમજ કાયદાઓને સંશોધિત પણ કરવામાં આવે છે. સામાન્ય લોકોના જીવનને સ્પર્શતા અનેક મુદ્દાઓને સ્થાન આપી તેના પર ચર્ચા થવી જોઈએ. તેમજ આ જ સ્થાન પર સરકાર બજેટ તેમજ અન્ય પ્રસ્તાવિત મુદ્દા ના માધ્યમથી દેશની જનતાને આર્થિક વ્યવસ્થા પણ જણાવે છે.

rahul gandhi 4 જે પક્ષ વિરોધ પક્ષમાં બેસે છે તેની નિયત જ બની જાય છે કે, સંસદની કાર્યવાહી ખોરવી વિરોધ કરવો

તો સામે છેડે વિપક્ષ આ કાયદાઓ કે પ્રસ્તાવોમાં રહેલ કમીઓ કે ઉણપને ઉજાગર કરી તેના સ્વસ્થ વિરોધ દ્વારા સત્તાનશીન સરકારનું તેના તરફ ધ્યાન દોરવાનું કામ કરે છે અને આવા કાયદાઓ કે આયોજનો વધુને વધુ લોકોપયોગી થાય તે માટે વિરોધ કરે છે. જે વિરોધ યથાયોગ્ય હોય છે. જો, કે પ્રાપ્ત જાણકારી અનુસાર તો, સંસદીય નિયમોમાં વિરોધ કરવાના પણ વિધાન બનેલા છે. અને તે સિવાય સરકાર ન સાંભળે તો “વોક આઉટ ” નું પણ પ્રાવધાન છે. તેમ છતાં સ્વસ્થ અને ઉચિત વિરોધના બદલે વિરોધ પક્ષ હંગામો કે તોફાન કરીને ન ફક્ત તેમનું પરંતુ સમગ્ર દેશનું નુકસાન કરે છે.

હવે ખૈર નથી / ભારતનો પ્રથમ સ્વદેશી એરક્રાફટ જહાજ વિક્રાંત દુશ્મના દાંત ખાંટા કરવા તૈયાર

UK Neavy / રહસ્યમય સંજોગોમાં અપહરણ કરાયેલ UKનું જહાજ ઓમાનના અખાતમાં છોડી દેવામાં આવ્યું

rahul gandhi 6 જે પક્ષ વિરોધ પક્ષમાં બેસે છે તેની નિયત જ બની જાય છે કે, સંસદની કાર્યવાહી ખોરવી વિરોધ કરવો

વેલ આ મામલે આખો ઇતિહાસ છે કે, જેમાં વિપક્ષમાં ભાજપ પણ ક્યારેક સામેલ હતો અને આજે કોંગ્રેસ છે. પરંતુ બધા જ પક્ષો જે તે મુદ્દે વિરોધ કરવા કે સરકારને પોતાની વાત મનાવવા ધારણાથી લઇ અનેકવિધ પ્રકારે વિરોધ કરતા હોય છે. પરંતુ વિરોધ કરવાની પણ એક મર્યાદા હોવી જોઈએ. અને તેના પર ચર્ચા કરવા જ સંસદ સત્ર પહેલા સર્વદળીય બેઠક બોલાવવામાં આવે છે. અને આ વખતે પણ આમ જ બન્યું. પરંતુ વિપક્ષે સત્ર ન ચાલવા દેવાની નેમ લીધી હોય તેમ બેઠક માં હંગામોં જ થાય છે.

rahul gandhi 7 જે પક્ષ વિરોધ પક્ષમાં બેસે છે તેની નિયત જ બની જાય છે કે, સંસદની કાર્યવાહી ખોરવી વિરોધ કરવો

જેને પગલે અગર વિરોધ સાચો હોય તો પણ અવાજ દબાઈ જાય.અને વિરોધ પક્ષ ઉચિત મુદ્દા પર ચર્ચા ન કરીને આ તક ગુમાવે છે. નહીંતર સ્વસ્થ ચર્ચા કરી મજબૂત મુદ્દાઓ દ્વારા સરકારને ઘેરે તો સરકાર પણ મજબુર થઇ આવા મુદ્દાઓ ને ધ્યાન આપે. પરંતુ વિરોધ ખોટો પણ ન હોવો જોઈએ. ખોટા અને દેશ વિરોધી વિરોધથી વિરોધ પક્ષની ઇમેજ ખરડાય છે. આ એક જમીની અને ઐતિહાસિક સચ્ચાઈ છે. કે જેનું લાંછન ઓલરેડી કોંગ્રેસના માથે અનેકવાર લાગેલું છે. બાકી વિરોધ પક્ષે પણ દેશહિતના મુદ્દે સરકારને સાથ આપે છે તેવા બયાન આપવા જોઈએ.

rahul gandhi 8 જે પક્ષ વિરોધ પક્ષમાં બેસે છે તેની નિયત જ બની જાય છે કે, સંસદની કાર્યવાહી ખોરવી વિરોધ કરવો

અને જયારે આવો તર્કવિહીન વિરોધ થાય છે, ત્યારે નુકસાન આખરે પ્રજાનું જ થાય છે. પરંતુ આ વાત કદી ન ભાજપ સમજ્યું હતું કે ન કોંગ્રેસ કે ન અન્ય કોઈ પક્ષ ..જે પક્ષ વિરોધ પક્ષમાં બેસે છે તેની નિયત જ તેવી બની જાય છે કે, સંસદની કાર્યવાહી ખોરવી વિરોધ પક્ષની ભૂમિકા બજવવી.. પરંતુ શું આ યોગ્ય છે ?

rahul gandhi 10 જે પક્ષ વિરોધ પક્ષમાં બેસે છે તેની નિયત જ બની જાય છે કે, સંસદની કાર્યવાહી ખોરવી વિરોધ કરવો

અન્યથા 19 જુલાઈ થી 13 ઓગસ્ટ સુધી ચાલનાર આ સત્રમાં અનેક મહત્વના બિલ પસાર થવાના છે. અને સાંસદો અને સંસદ ભવન નું કામ જ આ છે. દુનિયાના સૌથી મોટા 130 કરોડથી પણ વધુ વસ્તી ધરાવનાર લોકતંત્રમાં લોકો દ્વારા સીધા જન પ્રતિનિધિઓ ચૂંટવામાં આવે છે. જેમાં 543 સદસ્યોની સીધી ચૂંટણી જનતા દ્વારા થાય છે. જયારે કે, 245 સભ્યો રાષ્ટ્રપતિ અને આ જન પ્રતિનિધિઓ થી ચૂંટાઈ ને આવે છે. જેથી કરીને લોકોની અપેક્ષાઓ પુરી થાય, દેશમાં શુશાન સ્થપાય. કાયદો અને વ્યવસ્થા નું પાલન થાય. પરંતુ સંસદમાં હંગામો કરીને આ જનપ્રતિનિધઓ સાવ નિર્લજ્જ વર્તન કરી સત્ર ચાલવા જ દેતા નથી.

rahul gandhi 11 જે પક્ષ વિરોધ પક્ષમાં બેસે છે તેની નિયત જ બની જાય છે કે, સંસદની કાર્યવાહી ખોરવી વિરોધ કરવો

બાકી એક અનુમાન અનુસાર, સંસદની બેઠકને આયોજિત કરવા પાછળ દર કલાકે લગભગ દોઢ કરોડ ખર્ચ થાય છે. જે જનતાના જ કોઈપણ પ્રકારે વસુલવામાં આવતા ટેક્સના જ નાણાં હોય છે. અને તે સિવાય પણ સાંસદોના ભથ્થા, પગારો, લાઈટ બીલો, પ્રવાસના ખર્ચાઓ કે જે સતત ચાલુ રહેતા ખર્ચાઓ છે. તો આટલી ફેસેલિટી મેળવ્યા બાદ અગર તમે તમારું કામ યથાયોગ્ય ન કરો તો શું તમે એક સાચા લોકનેતા છો ખરા ? જેવા પ્રશ્નો તેમની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ. અને સંસદમાં એક સ્વસ્થ વિરોધ પ્રણાલી સ્થપિત કરી એક પરમ્પરા બનાવવી જોઈએ.. બાકી ભૂતકાળમાં તો વિધાનસભા ના અનેક આવા શરમજનક બનાવો બનેલા છે….

@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક 

UK Neavy / રહસ્યમય સંજોગોમાં અપહરણ કરાયેલ UKનું જહાજ ઓમાનના અખાતમાં છોડી દેવામાં આવ્યું