Not Set/ અમદાવાદ એરપોર્ટ પર યાત્રીઓનો હોબાળો, ઓવર બુકિંગનાં કારણે યાત્રીઓ એરપોર્ટમાં જ અટવાયા

અમદાવાદનાં એરપોર્ટ પર આજે ભારે ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. અહી યાત્રીઓને ફ્લાઇટમાં ન બેસવા દેતા તેઓ ઉશ્કેરાયા હતા. મળતી માહિતી અનુસાર અમદાવાદ એરપોર્ટ પર Go-Air માં જતા યાત્રીઓ ફસાઇ ગયા હતા. અમદાવાદ થી મુંબઇ અને દિલ્હી જતી ફ્લાઇટ Go- Air માં 100 થી વધુ યાત્રીઓ ફસાયા હોવાનુ સામે આવ્યુ હતુ. આપને જણાવી દઇએ […]

Top Stories Ahmedabad Gujarat
pjimage 100 અમદાવાદ એરપોર્ટ પર યાત્રીઓનો હોબાળો, ઓવર બુકિંગનાં કારણે યાત્રીઓ એરપોર્ટમાં જ અટવાયા

અમદાવાદનાં એરપોર્ટ પર આજે ભારે ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. અહી યાત્રીઓને ફ્લાઇટમાં ન બેસવા દેતા તેઓ ઉશ્કેરાયા હતા. મળતી માહિતી અનુસાર અમદાવાદ એરપોર્ટ પર Go-Air માં જતા યાત્રીઓ ફસાઇ ગયા હતા. અમદાવાદ થી મુંબઇ અને દિલ્હી જતી ફ્લાઇટ Go- Air માં 100 થી વધુ યાત્રીઓ ફસાયા હોવાનુ સામે આવ્યુ હતુ.

આપને જણાવી દઇએ કે, મુંબઇ જતી G8 459 અને દિલ્હી જતી G8 720 ફ્લાઈટનાં યાત્રીઓ એરપોર્ટ પર ફસાયા હતા. જેના કારણે તેઓ ભારે ઉશ્કેરાઇ ગયા હતા અને હલ્લાબોલ કર્યુ હતુ. હાજર ઓથોરિટીએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યુ કે, ફ્લાઇટમાં ઓવર બુકીંગનાં કારણે આ તકલીફ સામે આવી.

હાજર એક શખ્સે તે દરમિયાન વીડિયો બનાવ્યો હતો. જેમા યાત્રીઓ ઓથોરિટીને તેમને થયેલી તકલીફોને લઇને સવાલો કરતા જોવા મળી રહ્યા છે. યાત્રીઓએ થઇ રહેલી તકલીફનાં કારણે હોટલની માંગ કરી હતી, જે મુદ્દે ઓથોરિટી તરફથી કહેવામાં આવ્યુ કે કોઇ રૂમ નથી. વીડિયોમાં એક શખ્સ કહી રહ્યો છે કે સવારે 5 વાગ્યાને તે હેરાન પરેશાન થઇ ગયા છે, કોઇ સરખી રીતે જવાબ આપી રહ્યુ નથી. આ દરમિયાન સુરક્ષા ગાર્ડ ત્યા દોડી આવ્યા હતા અને તેમણે યાત્રીઓને શાંતિ બનાવી રાખવા અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.