Not Set/ અમદાવાદ/ માનવતાનો સમન્વય, કોરોના દર્દીનાં મૃતદેહને ખાપણ થયું નસીબ

  જીવનનું શું કહી શકાય? ક્યારે તમારો મોતનો સંદેશો આવે તે કોઇ કહી શકે તેમ નથી. ન જાણ્યુ જાનકીનાથે કે સવારે શું થવાનુ. કઇક આવુ જ થઇ રહ્યુ છે કોરોનાનાં દર્દીઓની સાથે. હસતા રમતા આ દુનિયાને તમે ક્યારે અલવિદા કહેશો તે કોઇ જાણતુ નથી. રોજ કોરોનાથી મોતનાં આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. પણ દુઃખ ત્યારે થાય […]

Ahmedabad Gujarat
6de18ce5c06e1965ff35cc8b7dc78e40 અમદાવાદ/ માનવતાનો સમન્વય, કોરોના દર્દીનાં મૃતદેહને ખાપણ થયું નસીબ
6de18ce5c06e1965ff35cc8b7dc78e40 અમદાવાદ/ માનવતાનો સમન્વય, કોરોના દર્દીનાં મૃતદેહને ખાપણ થયું નસીબ

 

જીવનનું શું કહી શકાય? ક્યારે તમારો મોતનો સંદેશો આવે તે કોઇ કહી શકે તેમ નથી. ન જાણ્યુ જાનકીનાથે કે સવારે શું થવાનુ. કઇક આવુ જ થઇ રહ્યુ છે કોરોનાનાં દર્દીઓની સાથે. હસતા રમતા આ દુનિયાને તમે ક્યારે અલવિદા કહેશો તે કોઇ જાણતુ નથી. રોજ કોરોનાથી મોતનાં આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. પણ દુઃખ ત્યારે થાય છે કે કોરોનાનાં દર્દીને ખાપણ પણ નસીબ ન થાય. જી હા તમે સાચુ સાંભળ્યુ, હિન્દુ ધર્મમાં મરનારને ખાપણનું ખૂબ ધાર્મિક મહત્વ છે. પણ ગાઇડલાઇનાં કારણે કોરોનાથી મોતને ભેટી ચુકેલા દર્દીને ખાપણ નહી પણ અત્યાધુનિક પ્લાસ્ટિક બેગમાં ભરી તેને અંતિમ સંસ્કાર માટે મોકલાય છે. પણ આવા મૃતદેહને ખાપણ નસીબ થાય તે માટે સામે આવ્યો છે સમન્વય પરિવાર. 

આપને જાણીને નવાઇ લાગશે કે, સમન્વય પરિવાર અત્યાર સુધીમાં અમદાવાદનાં 6 થી વધુ સ્મશાનોમાં 300 થી વધુ ખાપણનું દાન કરી ચુકેલ છે. આ અંગે સમન્વય પરિવારનાં ટ્રસ્ટિ ડૉ.સુરેશ પટેલે જણાવ્યુ કે, જે ડેડ બોડી હોસ્પિટલમાંથી આપવામાં આવે તે ડાયરેક્ટ એમ્બ્યુલન્સ દ્વારા સ્મશાને પહોંચે અને ત્યા પહોંચ્યા પછી તે ડેડ બોડી ડાયરેક જ CNG ની અંદર મુકવાની થતી હોય છે. પરિવારનાં સ્વજનો પણ આ સમયે સ્મશાને પહોંચે છે, ત્યારે આવી પરિસ્થિતિમાં કોઇને પણ એવુ ખ્યાલ ન હોય કે ખાપણ જોઇશે કે પછી તેને ક્યાથી લાવવાનું રહેશે, તેની કેવી રીતે વ્યવસ્થા કરવી તે પણ લોકોની એક મોટી સમસ્યા હતી. આ જોતા અમે અમદાવાદ શહેરનીં અંદર જમાલપુર જગન્નાથ મંદિરનાં મહંત શ્રી દિલિપદાશજી મહારાજને વાત કરી. જે બાદ દિલિપદાશજી મહારજે ખૂબ સારો આવકાર આપ્યો અને ખાપણોની મંદિરનાં ગર્ભગૃહમાં લઇ જઇને પૂજા-વિધિ કરી.

આપને જણાવી દઇએ કે, કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનાં શવનાં ખાપણની અમદાવાદનાં જગન્નાથ મંદિરમાં ધાર્મિક વિધિ અને પૂજા કરીને તેને સ્મશાને મોકલવામાં આવે છે. દર્દીનાં પરિવારને એટલી રાહત ચોક્કસ થાય છે કે, જે તેમના સભ્યએ કોરોનાથી મોતનો ભેટો કર્યો પણ તેને અંતિમ સમયે ઇચ્છિત ખાપણ પણ મળ્યુ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.