Not Set/ ભ્રષ્ટાચાર/ જૂનાગઢ મહાનગર પાલિકાને વાહનો ભાડે રાખવાની કેમ પડે છે જરૂર ? ખાયકી માટે ???

ભ્રષ્ટાચારનાં ભોરિંગે ભરડો ભ્રષ્ટાચારનાં ભોરિંગે દેશ, રાજ્ય, પ્રાંત અને શહેર તમામ જગ્યાને પાતાનાં ભરડામાં લીધો હોવાનું સમયે સમયે સામે આવે છે. અનેક કિસ્સામાં ભ્રષ્ટાચાર આચર્યાનું સામે આવ્યા પછી ભ્રષ્ટાચારીઓને સજા પણ થાય છે. પરંતુ મહત્મ કેસમાં કોઇ પણ પગલા લેવામાં આવતા નથી અને આક્ષેપો માત્રને માત્ર આક્ષેપો જ બની રહે છે. ભ્રષ્ટાચારમાં અને ખાસ કરીને […]

Top Stories Gujarat Others
bjp congress ભ્રષ્ટાચાર/ જૂનાગઢ મહાનગર પાલિકાને વાહનો ભાડે રાખવાની કેમ પડે છે જરૂર ? ખાયકી માટે ???

ભ્રષ્ટાચારનાં ભોરિંગે ભરડો

ભ્રષ્ટાચારનાં ભોરિંગે દેશ, રાજ્ય, પ્રાંત અને શહેર તમામ જગ્યાને પાતાનાં ભરડામાં લીધો હોવાનું સમયે સમયે સામે આવે છે. અનેક કિસ્સામાં ભ્રષ્ટાચાર આચર્યાનું સામે આવ્યા પછી ભ્રષ્ટાચારીઓને સજા પણ થાય છે. પરંતુ મહત્મ કેસમાં કોઇ પણ પગલા લેવામાં આવતા નથી અને આક્ષેપો માત્રને માત્ર આક્ષેપો જ બની રહે છે. ભ્રષ્ટાચારમાં અને ખાસ કરીને સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર દરેક મામલે આક્ષેપિત થતા રહે છે. ત્યારે ફરી આવો જ કિસ્સો જૂનાગઢ મહાનગર પાલિકામાંથી બહાર આવ્યો છે અને વિરોધ પક્ષ દ્વારા સત્તાપક્ષ પર ભ્રષ્ટાચારનાં આક્ષેપો કરવામાં આવ્યા છે.

જૂનાગઢ મહાનગર પાલિકા પર ફરી ભ્રષ્ટાચારના આક્ષેપો

વાત જાણે એમ છે કે, જૂનાગઢ મહાનગર પાલિકા પર ફરી ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે. કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનું કહેવું છે કે જૂનાગઢ મહાનગર પાલિકાનાં ભાડાના વાહનોના ખર્ચમાં ભ્રષ્ટાચાર થાય છે. ત્રણ વર્ષમાં 47 લાખનો ભાડાનાં ખર્ચમાં વધારો થયો છે. પહેલા તો તે જ ખબર નથી પહી રહી કે જૂનાગઢ મહાનગર પાલિકા પાસે પુરતા વાહનો હોવા છતા વાહનો ભાડે શું કામે રાખવામાં આવી રહ્યા છે? બીજી તરફ જો ભાળે રાખેલા જ છે તો, ભાળે રાખવામાં આવેલા વાહનોનું  માસિક ભાડું કાયદેસર 35 હજાર થાય. તેમ છતાં 45 હજાર કેમ ચૂકવવામાં આવે છે?

વિપક્ષની જવાબદારી ફક્ત આક્ષેપો કરવાની જ છે? વિપક્ષ શું ફરિયાદ નથી કરી શકતું ? 

મનપા પાસે જરૂરિયાત પૂરતા વાહનો હોવ છતાં, શું વધારાના 8 વાહનો ભ્રષ્ટાચાર આચરવા જ ભાડે રાખવામાં આવ્યા છે ? તમામ પ્રશ્નો સાથે વિરોઘપક્ષનાં મહિલા કોર્પોરેટર દ્વારા હાલ આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે સરકાર તંત્ર તો આક્ષેપોના ઘેરામાં છે જ પરંતુ શું વિપક્ષ માત્ર આક્ષેપ કરીને જ સંતોષ કેમ માની લે છે.? આ પણ મહત્વનો પ્રશ્ન છે. શું વિપક્ષ કે કોઇ સામાન્ય નાગરીક પાસે કોઇ એવું પ્લેટ ફોર્મ નથી ત્યાં આક્ષેપોની જગ્યાએ ફરિયાદ કરી શકાય અને ફરિયાદની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે ? જાગો નાગરીક જાગો કારણ કે છેલ્લે તો આ તમામ પૈસા નાગરીકોનાં જ પરશેવાની કમાઇ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.