surat news/ સુરતમાં ગરમીની વચ્ચે ભારે ભીડમાં મુસાફરી કરતાં મુસાફરો

એક તરફ આકાશમાંથી આગ વરસી રહ્યું છે, તો બીજી તરફ આ કાળઝાળ ગરમીમાં ટ્રેનોમાં ભારે ભીડ વચ્ચે મુસાફરી કરવા મુસાફરો મજબુર બન્યા છે, સુરત થી છાપરા જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરો ફર્શ પર ભીડમાં ગીચોગીચ બેઠેલો જોવા મળી રહ્યા છે.

Gujarat Surat Breaking News
Beginners guide to 59 સુરતમાં ગરમીની વચ્ચે ભારે ભીડમાં મુસાફરી કરતાં મુસાફરો

@પૂજા નિષાદ

સુરતઃ એક તરફ આકાશમાંથી આગ વરસી રહ્યું છે, તો બીજી તરફ આ કાળઝાળ ગરમીમાં ટ્રેનોમાં ભારે ભીડ વચ્ચે મુસાફરી કરવા મુસાફરો મજબુર બન્યા છે, સુરતથી છાપરા જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરો ફર્શ પર ભીડમાં ગીચોગીચ બેઠેલો જોવા મળી રહ્યા છે. સુરત થી ભાગલપુર જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનોમાં ભીડની સ્થિતિ એવી છે કે લોકોને ટોઇલેટમાં બેસીને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.  જનરલ કોચ હોય કે સ્લીપર કે એસી કોચ, બધાની હાલત એક સરખી છે. હાલ સુરતમાં ગરમીએ માઝા મૂકી છે.

હીટવેવના કારણે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. સુરતમાં કાળઝાળ ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. ગરમીમાં ગભરામણના કારણે 10 લોકોના મોત નિજપ્યાં હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે બીજી  તરફ ઉનાળાની રજાઓ, લગ્નની સિઝન અને લણણીની સિઝનના કારણે ટ્રેનોમાં ભીડ જોવા મળી રહી છે.

કોચની અંદરની હાલત જુઓ, અહીં પગ મૂકવાની જગ્યા નથી આવી સ્થિતિમાં લોકોને ઘરે પહોંચવા માટે ટ્રેનના કોઈપણ કોચમાં મુસાફરી કરીને ઘરે પરત ફરવાની ફરજ પડી હતી, પરંતુ પાછળથી ટ્રેનના તમામ ડબ્બા ભરાઈ ગયા હતા.  ટ્રેનમાં ચડતી વખતે મુસાફરો ઉભા રહેવા માટે જગ્યા બનાવવા માટે કોઈક રીતે ધક્કા ખાઈ રહ્યા છે.  કોચમાં જગ્યાના અભાવે અનેક મુસાફરો કોચના ફૂટબોર્ડ પર ઉભા રહીને પોતાનો જીવ જોખમમાં મુકીને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં હાહાકારઃ હીટવેવના લીધે હીટસ્ટ્રોકથી 9નાં મોત

આ પણ વાંચો: સુરતમાં કરંટ લાગવાથી યુવકનું મોત

આ પણ વાંચો: મહિસાગરના બાલાસિનોરમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો