Not Set/ છેલ્લા પાંચ વર્ષથી બિન આરોગ્યપ્રદ પાણી પૂરું પાડતી પાટણ નગરપાલિકા, 20 નમૂનામાંથી 11 ગેર પીવાલાયક ઠર્યા

પાટણના એક બોરનું પાણી પીવાલાયક નથી ધારાસભ્ય કિરીટ પટેલે કરાવ્યો પાણીનો લેબ ટેસ્ટ 20માંથી 11 નમૂનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો પાટણમાં પીવાના પાણીનો પ્રશ્ન પહેલેથી જ રહ્યો છે. ત્યાં હવે જે પાણી લોકોને નગરપાલિકા પહોંચાડી રહી છે તે પીવા યોગ્ય ન હોવાનું ખુલ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પાટણના નગર પાલિકા સંચાલિત બોરનો પાણીનો રિપોર્ટ કરાવ્યો […]

Gujarat Others
પાટણ છેલ્લા પાંચ વર્ષથી બિન આરોગ્યપ્રદ પાણી પૂરું પાડતી પાટણ નગરપાલિકા, 20 નમૂનામાંથી 11 ગેર પીવાલાયક ઠર્યા
  • પાટણના એક બોરનું પાણી પીવાલાયક નથી
  • ધારાસભ્ય કિરીટ પટેલે કરાવ્યો પાણીનો લેબ ટેસ્ટ
  • 20માંથી 11 નમૂનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

પાટણમાં પીવાના પાણીનો પ્રશ્ન પહેલેથી જ રહ્યો છે. ત્યાં હવે જે પાણી લોકોને નગરપાલિકા પહોંચાડી રહી છે તે પીવા યોગ્ય ન હોવાનું ખુલ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પાટણના નગર પાલિકા સંચાલિત બોરનો પાણીનો રિપોર્ટ કરાવ્યો હતો.

રીપોર્ટમાં સામે આવ્યું છે કે આ બોરનું પાણી પીવાલાયક નથી. ધારાસભ્યએ દાવો કર્યો છે કે પાટણ નગરપાલિકા છેલ્લા પાંચ વર્ષથી પ્રજા સાથે છેતરવાનું કામ કરી રહી છે કારણ કે પાલિકા આ પાણી પીવાલાયક હોવાનું જણાવી રહી છે. કિરીટ પટેલે આ અંગે ગત સંકલનની  મીટીંગમા પ્રશ્નની  રજૂઆત કરતા  કલેકટર સાહેબ ની સૂચનાથી  20 નમૂના  લીધા હતા જેમાં 11 પીવાલાયક ઠર્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.